- ગત રવિવારે ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર અકસ્માતમાં મોત થયું હતું
- ઈબ્રાહિમ રઈસીને મશહાદમાં શિયા સમુદાયની દરગાહમાં દફન કરવામાં આવ્યા
- રઈસીના ટેકેદાર અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપીમાં ચાર લોકો ઈજાગ્રસ્ત
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયાના વિરોધમાં બ્રિટનની રાજધાની લંડનમાં કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં ઈરાન સરકારના ટેકેદારો અને સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી. આ ઘર્ષણમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને ક વ્યકિતની ધરપકડ કરી લેવામાં આવી હતી. ઝપાઝપીને લઈ બ્રિટન પોલીસ તરફથી તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવી હતી.
ઝપાઝપીમાં પોલીસે એકની ધરપકડ કરી
મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે પશ્ચિમ લંડનના વેમ્બલી વિસ્તારમાં એક સ્થળ પર અધિકારીઓને અવ્યવસ્થા સર્જાતા તેઓને બોલાવવામાં આવ્યા હતા. હેલિકોપ્ટર દુર્ઘટનામાં રઈસીના મૃત્યુની ઉજવણી માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓ સ્થળની બહાર એકઠા થયા હતા અને અથડામણ થઈ હતી. પોલીસ દળે જણાવ્યું હતું કે હિંસક અવ્યવસ્થાની શંકાના આધારે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
ગત રવિવારે રઈસીનું હેલિકોપ્ટર અકસ્માતમાં મોત થયું
ચાર લોકોને પેરામેડિક્સ દ્વારા ઈજાઓ માટે સારવાર આપવામાં આવી હતી, પોલીસે જણાવ્યું હતું કે, તેમની ઈજાઓ જીવન માટે જોખમી નથી. પોલીસે ભેગા થયેલા લોકોને વિખેરવાનો આદેશ આપ્યો અને શનિવારે કહ્યું કે નિષ્ણાતો સોશિયલ મીડિયા ફૂટેજ અને અન્ય પુરાવાઓની તપાસ કરશે. ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીનું રવિવારે દેશના પર્વતીય ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું. રઈસીની સાથે ઈરાનના વિદેશ મંત્રી અને અન્ય છ વ્યક્તિઓ પણ હેલિકોપ્ટરમાં સવાર હતા.
દિવંગત રઈસીને દફન કરાયા
ઈરાનના દિવંગત રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીને ગુરુવારે 23 માર્ચ 2024 દેશના સૌથી પવિત્ર શિયાના ધાર્મિક સ્થળે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રઈસીને મશહાદમાં ઈમામ રેઝા દરગાહની અંદર એક કબરમાં દફનાવવામાં આવ્યા છે. આ દરગાહમાં શિયા સમુદાયના આઠમા ઈમામને દફનાવવામાં આવ્યા છે. રઈસીને વર્ષ-1979 પછી આ દરગાહમાં દફનાવવામાં આવનાર પ્રથમ ટોચના સરકારી અધિકારી છે.


