મહિલા વનડે વર્લ્ડ કપની મેચ 30 સપ્ટેમ્બરથી શરૂ થશે. ICC એ ભારત અને શ્રીલંકા દ્વારા આયોજિત થનારી ટુર્નામેન્ટના સ્થળની પણ જાહેરાત કરી છે. ભારત 12 વર્ષ પછી ODI વર્લ્ડકપનું આયોજન કરશે.
પહેલી સેમીફાઈનલ મેચ 29 ઓક્ટોબરે અને બીજી સેમીફાઈનલ મેચ 30 ઓક્ટોબરે રમાશે. ટાઈટલ મેચ 2 નવેમ્બરે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે. ઓસ્ટ્રેલિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે વર્લ્ડકપમાં રમશે. ટીમે ગયા વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું હતું.
30 સપ્ટેમ્બરથી શરૂ થશે વર્લ્ડકપ
ICC મહિલા ODI વર્લ્ડકપની શરુઆત 30 સપ્ટેમ્બરથી શરૂ થશે. ટુર્નામેન્ટની પહેલી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે, જેમાં ભારતીય ટીમ તેના અભિયાનની શરૂઆત કરશે. મહિલા વર્લ્ડકપનું આયોજન ભારત 12 વર્ષ પછી કરવા જઈ રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે બગડતા રાજકીય સંબંધોને કારણે, આ ટુર્નામેન્ટ હાઈબ્રિડ મોડેલમાં આયોજિત કરવામાં આવશે.
વર્લ્ડકપ માટે કુલ પાંચ મેદાન પસંદ કરવામાં આવ્યા છે. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ, ગુવાહાટીના એસીએ સ્ટેડિયમ, ઈન્દોરમાં હોલ્કર સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમના વીડીસીએ સ્ટેડિયમ અને શ્રીલંકાના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ટુર્નામેન્ટની બધી મેચ રમાશે. પાકિસ્તાન ટીમ પ્રેમદાસા ક્રિકેટ સ્ટેડિયમમાં તેની મેચ રમશે.
ક્યાં અને ક્યારે રમાશે ફાઈનલ?
મહિલા વનડે વર્લ્ડકપની પહેલી સેમીફાઈનલ મેચ 29 ઓક્ટોબરમાં રમાશે. જો પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પહોંચે છે, તો આ પહેલી મેચ કોલંબોમાં રમાશે. જો પાકિસ્તાન ગ્રુપ સ્ટેજમાં બહાર થઈ જાય છે તો પહેલી સેમીફાઈનલ ગુવાહાટીના ACA ગ્રાઉન્ડમાં રમાશે.
બીજી સેમીફાઈનલ મેચ 30 ઓક્ટોબરે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ફાઈનલ મેચમાં જો પાકિસ્તાનની ટીમ પ્રવેશ કરશે તો તેનું આયોજન આર પ્રેમદાસા સ્ટેડિયમ કરશે. જો પાકિસ્તાન ટાઈટલ મેચમાં પહોંચવામાં નિષ્ફળ જાય, તો ફાઈનલ મેચ 2 નવેમ્બરના રોજ ચિન્નાસ્વામી ખાતે રમાશે.