ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. દુબઈમાં રમાઈ રહેલી આ મેચમાં ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ખરેખર, ટીમ ઈન્ડિયાના પેસ આક્રમણના લીડર મોહમ્મદ શમી ગંભીર રીતે ઘાયલ થયો છે.
શમીએ છોડ્યો મહત્વપૂર્ણ કેચ
સાતમી ઓવર દરમિયાન, પોતાનો બોલ પકડવાનો પ્રયાસ કરતી વખતે, તેના હાથમાં ગંભીર ઈજા થઈ, જેના કારણે તેની આંગળીમાંથી લોહી નીકળવા લાગ્યું. તેનો આખો હાથ લોહીથી તરબોળ થઈ ગયો હતો. તેને તાત્કાલિક ફિઝિયોથેરાપિસ્ટની મદદ લેવી પડી. આ પછી તેને ફરીથી બોલિંગ કરી. આ સાથે શમીએ રચિન રવિન્દ્રનો એક પણ છોડી દીધો છે.
કેચ ચૂકી ગયા બાદ રોહિત થયો ગુસ્સે
સાતમી ઓવરના ત્રીજા બોલ પર, રચિને એક શક્તિશાળી શોટ માર્યો, જે હવામાં ફોલોઅપ માટે આવી રહેલા શમી તરફ ગયો. શમીએ આ તકનો લાભ લેવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. પરંતુ તે બોલ પકડી શક્યો નહીં, તેના બદલે તેની આંગળીમાં ઈજા થઈ અને લોહી નીકળવા લાગ્યું. રચિન રવિન્દ્ર આ ટુર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં છે અને તેને 75 ની એવરેજથી 200 થી વધુ રન બનાવ્યા છે. તેથી, ફાઈનલ જેવી મહત્વપૂર્ણ મેચમાં તેને બીજી તક આપવી ઘાતક સાબિત થઈ શકે છે. આ જ કારણ છે કે મુશ્કેલ તક ગુમાવ્યા બાદ રોહિત ગુસ્સે જોવા મળ્યો હતો.
આ મેચમાં રચિન રવિન્દ્ર પણ શાનદાર બેટિંગ કરી રહ્યો. પહેલો કેચ ચૂક્યા બાદ, તેને માત્ર 21 બોલમાં 29 રન બનાવ્યા હતા. તેને બીજી જ ઓવરમાં બીજી તક મળી. આઠમી ઓવરના પહેલા બોલ પર, રચિને મિડ-વિકેટ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો. પરંતુ કેચ પકડવાની તક હતી, પરંતુ ત્યાં હાજર શ્રેયસ ઐયર તેને પકડી શક્યો નહીં.
કુલદીપ યાદવે પેવેલિયનનો રસ્તો બતાવ્યો
રચિન રવિન્દ્રને બે તક આપવા છતાં, ટીમ ઈન્ડિયાને વધારે નુકસાન થયું નહીં. તે 29 બોલમાં 37 રન બનાવી શક્યો. આનો અર્થ એ થયો કે પહેલો કેચ ચૂક્યા પછી તેને 8 રન બનાવ્યા. આ પછી, કુલદીપ યાદવે 11મી ઓવરના પહેલા બોલ પર પોતાની ઈનિંગ્સનો અંત લાવ્યો. રચિન કુલદીપનો બોલ સમજી શક્યો નહીં અને બોલ્ડ થઈ ગયો.


