પાકિસ્તાનના સ્ટાર બોલરનું આ કબૂલનામું છે કે, તે ભારતના આ ખેલાડીની બેટિંગને સૌથી મુશ્કેલ માને છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ભારત અને પાકિસ્તાનની મેચ 23 ફેબ્રુઆરીના રોજ રમાવવાની છે. જેમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીએ બેટિંગથી રન “હિટ” કરતા ખેલાડીની ખૂબ પ્રશંસા કરી છે. 23 ફેબ્રુઆરીના રોજ ભારત-પાકિસ્તાનની મેચ દુબઇમાં રમાવવાની છે. જેને લઇને ક્રિકેટ રસિકોમાં હમણાથી જ ઉત્સાહ જોવા મળી શકે છે.
ભારતનો સ્ટાર બેટ્સમેન છે “હિટ”
પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલી અગાઉ ઘણી વખત રોહિત શર્માની પ્રશંસા કરી ચુક્યા છે. વર્ષ 2021માં તેઓએ હિટમેનની પ્રશંસા કરી હતી. રિપોર્ટરે હસન અલીને પૂછ્યુ હતુ કે, તમને બોલિંગ કરતા સમયે એવો કોઇ બેટ્સમેન લાગ્યો હતો કે જેને જોઇને એવુ લાગ્યુ હશે કે આ શુ કરી રહ્યા છે આને કેવી રીતે આઉટ કરું. ત્યારે હસન અલીએ જણાવ્યુ હતુ કે, આ રોહિતની બેટિંગ જોઇને લાગે છે કે આ સદી ફટકર્યા બાદ પણ આઉટ કેમ નથી થઇ રહ્યો. પાકિસ્તાન સામેની મેચમાં સૌ કોઇની નજરો રોહિત શર્મા પર જ રહેશે. કારણ કે ટીમ અને તેમના પ્રશંસકો તેમની પાસેથી એક સારા સ્કોરની આશા રાખી રહ્યા છે. ભારત માટે એક સારી વાત એ છે કે, રોહિત ઇંગ્લેંડ સામે સદી ફટકારી ઓલ રેડી ફોર્મમાં આવી ચુક્યા છે. જેનો ભારતીય ટીમને ફાયદો થશે.
હસન અલી નથી ચેમ્પિયન્સ ટ્રોફીનો હિસ્સો
પાકિસ્તાનના ગુજરાંવાલામાં જન્મેલા આ ફાસ્ટ બોલરે વર્ષ 2023ના વર્લ્ડ કપ બાદ એકપણ વનડે નથી રમ્યો. તેઓએ ઓસ્ટ્રોલિયા પ્રવાસ દરમિયાન ટેસ્ટ ટીમમાં વાપસી કરી છે. પરંતુ પછી તેમને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા. અને હમણા તેઓ ચેમ્પિયન્સ ટ્રોફીનો હિસ્સો પણ નથી. ચેમ્પિયન્સ ટ્રોફીના ભૂતકાળ સમયમાં હસન અલીના નામે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે.


