ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ 9 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ છેલ્લે 2000માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ટકરાયા હતા. ત્યારે ન્યુઝીલેન્ડે ભારતને હરાવીને ટાઈટલ જીત્યું. 24 વર્ષ પછી, ભારત પાસે ન્યુઝીલેન્ડને હરાવીને ટાઈટલ મેચ જીતવાની સુવર્ણ તક છે.


