ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઈનલ પછી રવિન્દ્ર જાડેજા ODI ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરશે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ ફાઈનલ પછી જાડેજાએ નિવૃત્તિ લીધી નહીં અને અફવાઓનો અંત લાવ્યો. જાડેજાએ નિવૃત્તિ અંગે સંકેતો આપીને પોતાનું મૌન તોડ્યું છે. તેને પોતાના ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો છે.
રવિન્દ્ર જાડેજાએ શેર કરી સ્ટોરી
રવિન્દ્ર જાડેજાએ સંકેતો આપીને નિવૃત્તિ અંગે પોતાનું મૌન તોડ્યું છે. તેને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક સ્ટોરી શેર કરી, જેમાં રવિન્દ્ર જાડેજાએ બિનજરૂરી ચર્ચાથી દૂર રહેવાની સલાહ આપી છે. જાડેજાએ કદાચ પોતાના ટીકાકારોને યોગ્ય જવાબ આપીને કહ્યું છે કે તે ટૂંક સમયમાં ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે નહીં.
રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશે પણ ચાલી રહી હતી અટકળો
રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજાએ T20 વર્લ્ડકપ 2024 ફાઈનલ પછી T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી. કદાચ એટલા માટે જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી, રોહિત અને કોહલી ODI ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરશે. પણ આવું ન થયું. તેના બદલે, રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કરી દીધું કે તે નિવૃત્તિ લઈ રહ્યો નથી.
જાડેજાની શાનદાર કારકિર્દી
રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધીમાં 80 ટેસ્ટ મેચોમાં 34.74ની એવરેજથી 3370 રન બનાવ્યા છે અને ભારત માટે 323 વિકેટ લીધી છે. આ સિવાય 204 ODI મેચોમાં, આ ખેલાડીએ 32.62 ની એવરેજથી 2806 રન બનાવવા સિવાય 231 વિકેટ લીધી છે. 74 T20 મેચ રમીને તેને 21.45ની એવરેજથી 515 રન બનાવ્યા છે અને 54 બેટ્સમેનોની વિકેટ પણ લીધી છે.


