જો રોહિત શર્માએ કેચ ન છોડ્યો હોત, તો અક્ષર પટેલે તેની હેટ્રિક પૂર્ણ કરી હોત. અક્ષર પટેલે પોતાના સ્પેલની પહેલી જ ઓવરમાં બાંગ્લાદેશી બેટ્સમેન પર પ્રભુત્વ જમાવ્યું.
અક્ષર પટેલ સતત બે બોલ પર તંજીદ હસન અને મુશફિકુર રહીમની વિકેટ લીધી, પરંતુ હેટ્રિક બોલ પર રોહિત શર્માએ ઝાકિર અલીનો કેચ છોડી દીધો. કેચ ચૂકી ગયા બાદ રોહિત નિરાશામાં જમીન પર હાથ પછાડતો જોવા મળ્યો. આ કેચ છોડવા બદલ રોહિત શર્માને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
નવમી ઓવરમાં બની આ ઘટના
આ ઘટના બાંગ્લાદેશની ઈનિંગની 9મી ઓવરમાં બની હતી, જ્યારે અક્ષર પટેલ તેના સ્પેલની પહેલી ઓવર નાખવા આવ્યો હતો. તંજીદ હસન ક્રીઝ પર સેટ હતો પરંતુ ઓવરના બીજા બોલ પર, પટેલે તેને 25 રન પર કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો. બાંગ્લાદેશની બેટિંગનો સૌથી મજબૂત સ્તંભ, મુશફિકુર રહીમ પણ બીજા જ બોલ પર આઉટ થઈ ગયો. જ્યારે ઝાકિર અલી બેટિંગ કરવા આવ્યો ત્યારે બોલ તેના બેટની ધાર લઈને રોહિત શર્મા પાસે ગયો, પરંતુ બોલ તેના હાથમાંથી સરકી ગયો.
ફેન્સે રોહિત શર્માને કર્યો ટ્રોલ
રોહિત શર્માને કેચ છોડવા બદલ ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એક ફેને કહ્યું કે અક્ષર પટેલ ICC ટુર્નામેન્ટમાં હેટ્રિક લેવાની સિદ્ધિને પાત્ર હતો, પરંતુ રોહિતે તેને આમ કરતા અટકાવ્યો. કોઈએ તો તેને ‘સુપરસ્ટાર’ પણ કહ્યો અને તેને ટ્રોલ કરીને કહ્યું કે કેચ છોડવા માટે પણ હિંમતની જરૂર પડે છે. ફેન્સે તેને અહીં પણ છોડ્યો નહીં, એક વ્યક્તિએ તો એમ પણ કહ્યું કે રોહિતના ડ્રોપ કેચને કારણે જ બાંગ્લાદેશ 100નો સ્કોર પાર કરી શક્યું.


