ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવાર, 9 માર્ચે રમાશે. પરંતુ આ ટુર્નામેન્ટમાં આ પહેલી વાર નથી, જ્યારે બંને ટીમો એકબીજા સામે ટકરાશે. ગ્રુપ A ની છેલ્લી લીગ મેચમાં પણ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ જોવા મળી હતી, જેમાં ભારતીય ટીમનો વિજય થયો હતો.
ન્યુઝીલેન્ડ લેશે બદલો?
બંને ટીમો ફરી એકવાર ચેમ્પિયન્સ ટ્રોફીના વિજેતા બનવા માટે એકબીજા સામે રમશે. આ ટુર્નામેન્ટમાં બંને ટીમોની સફર શાનદાર રહી છે. ભારતીય ટીમે આ વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધી હારનો સ્વાદ ચાખ્યો નથી અને ટીમ ફાઈનલમાં પણ આ વલણ ચાલુ રાખવાનો પ્રયાસ કરશે. જ્યારે ન્યુઝીલેન્ડને ફક્ત ભારત સામે જ હારનો સામનો કરવો પડ્યો છે. આ પરિસ્થિતિમાં, કિવી ટીમ ફાઈનલમાં આ હારનો બદલો લેવા માંગશે. દેશમાં ચૂંટણી પહેલા ફલોદી સટ્ટા બજાર ભવિષ્યવાણી કરે છે કે ચૂંટણી કોણ જીતશે. હવે ફલોડી સટ્ટા બજારે ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને પણ આગાહી કરી છે કે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ કઈ ટીમ જીતશે.
આ ટીમ જીતશે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ
ફાલોદી સટ્ટા બજારે આગાહી કરી છે કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કઈ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા બનશે. 2000 માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં બંને ટીમો એકબીજા સામે ટકરાઈ હતી, જેમાં ન્યુઝીલેન્ડનો વિજય થયો હતો. તે સમયે તેને ICC નોકઆઉટ ટ્રોફી કહેવામાં આવતી હતી. છેલ્લા 25 વર્ષમાં બંને ટીમોમાં ઘણા ફેરફારો થયા છે. જો આપણે વર્તમાન પરિસ્થિતિ પર નજર કરીએ તો, બંને ટીમો મજબૂત છે, પરંતુ ફલોદી સટ્ટા બજારની આગાહી મુજબ, આ વખતે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ જીતીને વિજેતા બનશે. પરંતુ સંદેશ ન્યુઝ ફલોદી સટ્ટા માર્કેટના દાવાની પુષ્ટિ કરતી નથી.
ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ માટે ઈન્દોર સટ્ટા બજારની ભવિષ્યવાણી
ભારત અને ન્યુઝીલેન્ડ બંનેએ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારત તેની બધી ગ્રુપ મેચ જીતીને ફાઈનલમાં પહોંચ્યું હતું, જ્યારે ન્યુઝીલેન્ડને ગ્રુપ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, ફાઈનલ મેચમાં બંને ટીમો વચ્ચે કઠિન સ્પર્ધા થવાની અપેક્ષા છે. ઈન્દોર સટ્ટા બજારની આગાહી મુજબ, ભારતીય ટીમ આ મેચ જીતશે. પરંતુ સંદેશ ન્યુઝ ઈન્દોર સટ્ટા બજારના દાવાની પુષ્ટિ કરતી નથી.


