ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. સિરાજને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યો નથી. આ સિવાય સિરાજનું નામ ઈંગ્લેન્ડ સામે રમાનારી ODI સિરીઝમાંથી પણ ગાયબ હતું.
આ પહેલી ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી અને તેમાં પણ સિરાજનું નામ ગાયબ હતું.
સિરાજને કેમ ન મળ્યું સ્થાન?
તમને જણાવી દઈએ કે સિરાજ 2023માં ભારતીય ધરતી પર રમાયેલા ODI વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. આ સિવાય સિરાજ જૂન 2024 માં રમાયેલા T20 વર્લ્ડકપમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ હતો, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો ન હતો.
ભારતીય ટીમે તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સામે 2024-25માં 5 ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમી હતી. આ ટ્રોફીમાં સિરાજ પણ ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. સિરાજે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચ ટેસ્ટમાં 20 વિકેટ લીધી, જેના કારણે તે સિરીઝમાં ચોથો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો.
અર્શદીપ સિંહને મળી તક
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાની ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં, મોહમ્મદ સિરાજના સ્થાને અર્શદીપ સિંહને ત્રીજા ફાસ્ટ બોલર તરીકે રાખવામાં આવ્યો છે. અર્શદીપ મુખ્યત્વે ટીમ ઈન્ડિયા માટે T20 ક્રિકેટ રમે છે. અત્યાર સુધી, તેને પોતાની કારકિર્દીમાં ફક્ત 8 ODI મેચ રમી છે, જેમાં તેને 12 વિકેટ લીધી છે. આ પરિસ્થિતિમાં, ટીમનો આ નિર્ણય તેમના માટે કેટલો સાચો સાબિત થાય છે તે જોવું રસપ્રદ રહેશે. અર્શદીપ ટીમ ઈન્ડિયા માટે 2 ટી20 વર્લ્ડકપ રમી ચૂક્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની 15 સભ્યોની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી , અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા.


