ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ચાલી રહી છે. રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારતનો સેમીફાઈનલ મુકાબલો 4 માર્ચે છે.
આ દરમિયાન, ટીમ ઈન્ડિયાના એક સભ્ય પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેની માતાનું અવસાન થયું છે. તેને ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ અધવચ્ચે છોડીને ઘરે પરત ફરવું પડ્યું.
ભારતીય ટીમના મેનેજરની માતાનું થયું અવસાન
ભારતીય ટીમના મેનેજર આર દેવરાજ માતાનું રવિવારે સવારે નિધન થયું. આ દુઃખદ સમાચાર મળતાં જ તે તરત જ હૈદરાબાદ જવા રવાના થઈ ગયો. દેવરાજ હાલમાં હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) ના સેક્રેટરી પણ છે.
મીડિયા રિપોર્ટ મુજબ, ભારતીય ટીમના અધિકારીઓએ આ સમાચારની પુષ્ટિ કરી છે. રોહિત શર્માની ટીમ હાલમાં રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ન્યુઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની પોતાની છેલ્લી લીગ મેચ રમી. દેવરાજ તેમની મેનેજર તરીકેની ફરજો ફરી શરૂ કરશે કે નહીં તે સ્પષ્ટ નથી, પરંતુ મંગળવારના સેમીફાઈનલના પરિણામના આધારે નિર્ણય લેવામાં આવશે તેવી અપેક્ષા છે.
હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને વ્યક્ત કર્યો શોક
હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને એક નિવેદન જાહેર કરીને શોક વ્યક્ત કર્યો. “ખૂબ દુઃખ સાથે, તમને જણાવીએ છીએ કે અમારા સેક્રેટરી દેવરાજના માતા કમલેશ્વરી ગારુનું અવસાન થયું છે. તેમના આત્માને શાંતિ મળે. દેવરાજ ગારુ અને તેમના પરિવાર પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના.”
ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સુધીની સફર
ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્મા અને ટીમની સફર અત્યાર સુધી શાનદાર રહી છે. તે સેમીફાઈનલમાં સ્થાન મેળવનારી પ્રથમ ટીમ હતી. તેને પહેલી મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું હતું અને બીજી મેચમાં યજમાન પાકિસ્તાનને પણ 6 વિકેટથી હરાવ્યું હતું અને ન્યુઝીલેન્ડને 44 રને હરાવ્યું.
ભારતનો સેમીફાઈનલ મુકાબલો 4 માર્ચે દુબઈમાં રમાશે. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની બધી મેચ દુબઈમાં રમી રહી છે. જો ટીમ ફાઈનલમાં પહોંચે છે, તો ટાઈટલ મેચ પણ દુબઈમાં રમાશે.


