ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ ન્યુઝીલેન્ડ સામે રમશે. ટીમ ઈન્ડિયા પાંચમી વખત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચી છે, પરંતુ શું તમે જાણો છો કે આ ટુર્નામેન્ટની ફાઈનલમાં ભારતનું પ્રદર્શન કેવું રહ્યું છે?
ભારતીય ટીમ પહેલી વાર 2000માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા, ટીમ ઈન્ડિયાએ સૌરવ ગાંગુલીની સદીની મદદથી 50 ઓવરમાં 6 વિકેટે 264 રન બનાવ્યા. જવાબમાં, ન્યુઝીલેન્ડે 49.4 ઓવરમાં 6 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું. ન્યુઝીલેન્ડ તરફથી ઓલરાઉન્ડર ક્રિસ કેર્ન્સે સદી ફટકારી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન
આ પછી ભારતીય ટીમ 2002ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચી. આ વખતે ભારત અને શ્રીલંકાની ટીમો ફાઈનલમાં હતી, પરંતુ વરસાદને કારણે ફાઈનલ ધોવાઈ ગઈ. ભારત અને શ્રીલંકા બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવી. 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થયો હતો. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 5 રનથી હરાવ્યું. વરસાદને કારણે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ફાઈનલ મેચ 50 ઓવરને બદલે 20-20 ઓવરમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 129 રન બનાવ્યા.
ભારતે ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું
ભારતના 129 રનના જવાબમાં, ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 214 રન જ બનાવી શકી. આ રીતે ટીમ ઈન્ડિયા 5 રનથી ચેમ્પિયન બની. આ પછી, ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2017 ની ફાઈનલમાં પહોંચી. આ વખતે, ભારતનો મુકાબલો ફાઈનલમાં સરફરાઝ અહેમદના નેતૃત્વ હેઠળની પાકિસ્તાની ટીમ સામે હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 4 વિકેટે 338 રન બનાવ્યા. જેના જવાબમાં ભારતીય ટીમ 30.3 ઓવરમાં 158 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ રીતે ટીમ ઈન્ડિયાને 180 રનના મોટા માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો.


