- વર્લ્ડકપ 2023 રોમાંચક મોડમાં આવી
- સેમીફાઈનલમાં પહોંચનારી 4 ટીમ સ્પષ્ટ થઈ
- આવતા અઠવાડિયે રમાશે બંને સેમીફાઈનલ મેચ
આ વર્લ્ડકપની ટોપ-4 ટીમ મળી ગઈ છે. ભારત, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બાદ ન્યૂઝીલેન્ડ આ વર્લ્ડકપની સેમીફાઈનલમાં પહોંચનારી ચોથી ટીમ બની છે. સેમીફાઇનલમાં પહોંચવા માટે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રેસ ચાલી રહી હતી, પરંતુ હવે સત્તાવાર રીતે ન્યૂઝીલેન્ડની ટીમે પોઈન્ટ ટેબલમાં નંબર-4 પર પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આવી સ્થિતિમાં હવે સેમીફાઈનલનું ચિત્ર સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે, ત્યારે આવતા અઠવાડિયે બંને સેમીફાઈનલ મેચ રમવામાં આવશે.
પ્રથમ સેમીફાઈનલ મેચની વિગતો
- આ વર્લ્ડકપની પ્રથમ સેમીફાઈનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે
- આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે
- આ મેચ 15 નવેમ્બર 2023ના રોજ બપોરે 2 વાગ્યે શરૂ થશે
- મોબાઈલ પર આ મેચ જોવા માટે દર્શકોએ પોતાના મોબાઈલ ફોનમાં ડિઝની પ્લસ હોટસ્ટાર એપ ડાઉનલોડ કરવાની રહેશે, જેમાં દર્શકો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ બિલકુલ ફ્રી જોઈ શકશે.
બીજી સેમી ફાઈનલ મેચની વિગત
- આ વર્લ્ડકપની બીજી સેમીફાઈનલ મેચ પોઈન્ટ ટેબલની બીજી અને ત્રીજી ટીમ એટલે કે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે
- આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે
- આ મેચ 16 નવેમ્બર 2023ના રોજ બપોરે 2 વાગ્યાથી રમાશે
- મોબાઈલ પર આ મેચ જોવા માટે દર્શકોએ તેમના મોબાઈલ ફોનમાં ડિઝની પ્લસ હોટસ્ટાર એપ ડાઉનલોડ કરવાની રહેશે, જેમાં દર્શકો સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સેમીફાઈનલ મેચ બિલકુલ ફ્રીમાં જોઈ શકશે.


