- વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું
- જે પિચ પર ફાઈનલ મેચ રમાઈ તેને ICCએ ‘એવરેજ’ રેટિંગ આપ્યું
- હેડ કોચ રાહુલ દ્રવિડે પણ ભારતની હાર માટે પિચને જવાબદાર ગણાવી
ભારતીય ટીમ વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં હાર્યાને લગભગ 19 દિવસ વીતી ગયા છે. હવે એક મોટો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જે પિચ પર ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ મેચ રમી હતી તેને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ‘એવરેજ’ રેટિંગ’ આપવામાં આવ્યું છે. અગાઉના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે હેડ કોચ રાહુલ દ્રવિડે પણ ભારતની હાર માટે પિચને જવાબદાર ગણાવી હતી.
ICCએ પાંચ વર્લ્ડકપ મેચોની પિચોને સરેરાશ રેટિંગ આપ્યું છે, જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ પણ સામેલ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટાઈટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 240 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયા 43 ઓવરમાં જીતી ગયું હતું.
રાહુલ દ્રવિડે પણ પિચને જવાબદાર ઠેરવી હતી
મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પણ BCCIની સમીક્ષા બેઠકમાં ફાઈનલ મેચ હારવા માટે પિચને જવાબદાર ગણાવી હતી. અહેવાલો અનુસાર, મુખ્ય કોચે કહ્યું હતું કે અમે હાર્યા કારણ કે અમને અપેક્ષા મુજબનો ટર્ન મળ્યો નથી. જો સ્પિનરોને ટર્ન મળ્યો હોત તો અમે જીત્યા હોત. અમે આ વ્યૂહરચનાથી પ્રથમ 10 મેચ જીતી હતી, પરંતુ ફાઇનલમાં તે કામ કરી શક્યું નહીં.
ખરાબ પિચ પર ઓસ્ટ્રેલિયા કેવી રીતે શાનદાર રીતે રમ્યું?
સૌથી પહેલા તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને સરેરાશ રેટિંગ આપીને ICCએ પુષ્ટિ કરી છે કે પિચ ‘સારી’ નથી. હવે તમારા મનમાં સવાલ ઉઠી રહ્યો હશે, તો પછી ઓસ્ટ્રેલિયાએ આ પીચ પર કેવી રીતે કમાલ કરી? આ પ્રશ્ન ઉદભવવો સ્વાભાવિક છે. ખરાબ પિચ પર ટોસ હારવું ટીમ ઈન્ડિયા માટે નુકસાનકારક સાબિત થયું હતું.
ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હારવ્યું
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ટીમ ઈન્ડિયાને 240 રનમાં ઓલઆઉટ કરી દીધી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટના નુકસાને લક્ષ્ય હાંસલ કરી દીધો હતો. દિવસ દરમિયાન પિચ બોલરોને અમુક અંશે સપોર્ટ કરતી હતી. પરંતુ અંડર લાઈટ બેટિંગ કવી વધુ સરળ બની ગઈ હતી. આ કોરણોસર ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.


