- ક્રિકેટના નિયમોમાં મહત્વનો ફેરફાર કરાયો
- ફિલ્ડિંગ ટીમ માટે કડક કરાયા નિયમ
- નવા નિયમોમા પેનલ્ટી રનની જોગવાઇ
ICCએ ફરી એકવાર ક્રિકેટના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે. ICCએ સ્ટમ્પિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે સ્ટમ્પિંગને લઈને ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલી તમામ DRS અપીલ સાઇડ-ઓન કેમેરા જોઈને લેવામાં આવશે.
ICCના નવા નિયમ
- સ્ટમ્પિંગના કિસ્સ્માં હવે સ્ટમ્પની આગળ અને પાછળના કેમેરા જોઈને નિર્ણય લેવામાં આવશે નહીં. આ કિસ્સામાં, બોલ સ્ટમ્પ સાથે અથડાય છે કે કેમ તેના આધારે નિર્ણય લેવામાં આવશે. આ નિયમ 12 ડિસેમ્બર 2023થી લાગુ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, જો કોઈ ટીમ સ્ટમ્પની પાછળ કેચ જોવા માંગે છે, તો તેના માટે ટીમે અલગથી DRSની અપીલ કરવી પડશે.
- ગયા વર્ષની શરૂઆતમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાની શ્રેણીમાં, વિકેટકીપર એલેક્સ કેરીએ સ્ટમ્પિંગ પછી DRS સમીક્ષાના અંત પહેલા કેચ પાછળ જોવા માટે એક અલગ અપીલ કરી હતી. આવી સ્થિતિમાં, હવે ICCના બદલાયેલા નિયમો અનુસાર, સ્ટમ્પિંગ અપીલ પર ફક્ત સાઇડ-ઓન કેમેરા દ્વારા જ બતાવવામાં આવશે અને અમ્પાયર પણ ફક્ત તેમના પર જ જોશે.
- જો કોઈ ખેલાડીને ઈજા થવાને કારણે બોલિંગ ન કરી શકે તો તેની જગ્યાએ અન્ય ખેલાડીને બોલિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સાથે, ICC એ ખેલાડીની ઈજાના મૂલ્યાંકન અને સારવાર માટે 4 મિનિટનો સમય નક્કી કર્યો છે.
- થર્ડ અમ્પાયરને દરેક નો બોલની તપાસ કરવાનો સંપૂર્ણ અધિકાર હશે. નિયમો અનુસાર, “થર્ડ અમ્પાયર પાસે ફ્રન્ટ ફૂટ સિવાયના તમામ પ્રકારના ફૂટ ફોલ્ટ નો બોલને ખુદ તપાસવાની સત્તા હશે.
- ફિલ્ડિંગના નિયમોમાં કેટલાક નાના ફેરફારો કર્યા છે, જેમાં બોલ રમતમાં આવે તે પછી અને તે સ્ટ્રાઈકર સુધી પહોંચે તે પહેલાં કોઈપણ ફિલ્ડર દ્વારા કોઈ પણ ખરાબ હરકતની ઘટનામાં પેનલ્ટી રન આપવામાં આવશે.
- આવી ખરાબ હિલચાલની સ્થિતિમાં, કોઈપણ અમ્પાયર બોલને ડેડ બોલ જાહેર કરી શકશે અને અન્ય અમ્પાયરને આમ કરવાનું કારણ સમજાવવામાં આવશે. આ પછી બોલિંગ એન્ડ અમ્પાયર એક રનની પેનલ્ટી આપશે.’ જો બોલ વાઈડ અથવા નો બોલ હોય બેટિંગ ટીમને 5 પેનલ્ટી રન મળશે, ફિલ્ડિંગ ટીમના કેપ્ટનને આ પેનલ્ટીનું કારણ જણાવવામાં આવશે.
- સ્ટ્રાઈકરને વિકેટકીપર અથવા અન્ય કોઈ ફિલ્ડરની દખલગીરી વિના, બોલ રમવાનો અધિકાર છે.
ICCએ શું કહ્યું?
આઈસીસીએ એક નિવેદન દરમિયાન કહ્યું કે નવા નિયમના ફેરફારો અનુસાર, સ્ટમ્પિંગનું રિવ્યુ માત્ર સ્ટમ્પ સુધી મર્યાદિત રહેશે. આવી સ્થિતિમાં, ફિલ્ડિંગ ટીમને મફત રિવ્યુ નહીં મળે. ICC એ કન્સશન રિપ્લેસમેન્ટ નિયમ પર પણ સ્પષ્ટતા આપી છે.


