- ICCએ T20 વર્લ્ડકપ માટે નવો લોગો લોન્ચ કર્યો
- 4 જૂનથી 30 જૂન 2024 સુધી યોજાશે T20 વર્લ્ડકપ
- મહિલા T20 વર્લ્ડકપની તારીખ હજુ જાહેર થઈ નથી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે ICCએ આગામી વર્ષે થનારા પુરુષ અને મહિલા ક્રિકેટ T20 વર્લ્ડકપ માટે નવો લોગો લોન્ચ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પુરુષ ક્રિકેટ T20 વર્લ્ડકપનું આયોજન 4 જૂનથી 30 જૂન 2024 વચ્ચે વેસ્ટ ઈન્ડિઝ અને USAમાં કરવામાં આવશે. સાથે મહિલા ક્રિકેટ T20 વર્લ્ડકપનું આયોજન બાંગ્લાદેશમાં કરવામાં આવશે. જો કે, આની તારીખ અને શિડ્યૂલની જાહેરાત હજુ કરવામાં આવી નથી.
T20 વાળી એનર્જીને પ્રદર્શિક કરવા નવો લોગો
ICC અનુસાર નવા લોગો નવા ફોર્મેટમાં ફેરફારની ઘટનાઓને દર્શાવે છે. આ નવા લોગોમાં આગામી વર્ષે વર્લ્ડકપ આયોજિત કરનાકા મેજબાન દેશથી પ્રેરિત બનાવટ અને પેટર્ન સામેલ છે, પરંતુ આ T20 ક્રિકેટમાં નિરંતર ઉર્જાને પણ પ્રદર્શિત કરે છે. ICCએ આગળ કહ્યું કે, લોગો બેટ, બોલ અને ક્રિએટીવ મિક્ચર છે. જે T20 ક્રિકેટના કોર એલિમેંટ્સનો સિલ્બલ પણ છે.
નવા લોગોમાં બેટના સ્વિંગને દર્શાવવામાં આવ્યું
આ લોગોમાં લખેલા T20 શબ્દના અક્ષરો એવી ડિઝાઇનમાં લખવામાં આવ્યા છે જે બેટના સ્વિંગને દર્શાવે છે જે ખૂબ જ ઝડપથી બોલ સાથે અથડાયો છે. આ ત્રણેય અક્ષરો ઝિગ-ઝેગ પેટર્નની ડિઝાઇનમાં સાથે-સાથે મૂકવામાં આવ્યા છે, જે બેટ અને બોલ વચ્ચેના પ્રહારથી ઉત્પન્ન થનારી કંપન અને જબરદસ્ત ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. ICC માર્કેટિંગ અને કોમ્યુનિકેશનના જનરલ મેનેજરે T20 વર્લ્ડકપ 2024 માટે રજૂ કરવામાં આવેલા નવા લોગોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આગામી વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં યોજાનારા મેન્સ ટી20 વર્લ્ડકપ 2024ની તૈયારી માટે અમારી પાસે હવે માત્ર 6 મહિનાનો સમય છે. આવી સ્થિતિમાં હવે ફેન્સ વર્લ્ડકપ અને ટિકિટ સાથે સંબંધિત માહિતી જાણવા માટે તેમની રૂચિ દર્શાવી શકે છે.


