IPL 2025 માં, ફક્ત રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) જ નહીં પરંતુ તેના સૌથી સિનિયર ખેલાડી વિરાટ કોહલીએ પણ શાનદાર પ્રદર્શન કરીને ફેન્સના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી.
વિરાટ કોહલી હાલમાં ઓરેન્જ કેપ રેસમાં પાંચમાં નંબરે છે અને ટૂંક સમયમાં પ્રથમ સ્થાને આવી શકે છે. તેને હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની વાત કરી છે.
વિરાટ કોહલીએ કર્યો મોટો ખુલાસો
IPLમાં શાનદાર પ્રદર્શન કરનાર વિરાટ વિશે સવાલો ઉભા થઈ રહ્યા છે કે તેને T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ કેમ લીધી. RCB ના એક કાર્યક્રમ દરમિયાન, વિરાટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા અંગે એક મોટો ખુલાસો કર્યો. આ પોડકાસ્ટમાં તે ફેમસ સ્પોર્ટ્સ એન્કર મયંતી લેંગર સાથે વાત કરી રહ્યા છે. જ્યારે મયંતીએ તેને T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ વિશે પૂછ્યું કે ત્યારે તેને એક ચોંકાવનારો ખુલાસો કર્યો. આ સવાલના જવાબમાં વિરાટે કહ્યું કે ‘મને નથી લાગતું કે મારા માટે વસ્તુઓ બદલાઈ ગઈ છે.’
જેથી તેઓ દબાણનો સામનો કરી શકે – વિરાટ કોહલી
વિરાટ કોહલીએ કહ્યું કે ‘આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે મને લાગ્યું કે ખેલાડીઓનું એક નવું જૂથ તૈયાર છે અને તેમની પાસે સમય છે.’ 2026 માં યોજાનારા T20 વર્લ્ડકપ પહેલા, નવા ખેલાડીઓને દબાણનો સામનો કરવા, વિશ્વના વિવિધ ભાગોમાં રમવા અને વર્લ્ડકપ શરૂ થાય તે પહેલાં પૂરતી મેચો રમવા માટે 2 વર્ષનો સમય જોઈએ છે.
કોહલીનું T20 આંતરરાષ્ટ્રીય ‘વિરાટ’ કરિયર
તમને જણાવી દઈએ કે વિરાટનું T20 આંતરરાષ્ટ્રીય કરિયર ખૂબ જ શાનદાર રહ્યું છે. તેમને ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 125 મેચ રમી છે અને 4188 રન બનાવ્યા છે. કોહલીએ આ રન 48.69 ની એવરેજથી બનાવ્યા છે, જેમાં 1 સદી અને 38 અડધી સદીનો સમાવેશ થાય છે. તે ભારતની ODI, ચેમ્પિયન્સ ટ્રોફી અને T20 વર્લ્ડકપ વિજેતા ટીમોનો પણ ભાગ રહી ચૂક્યો છે.