- આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ
- વિરાટના આઉટ થવા પર અનુષ્કાની પ્રતિક્રિયા વાયરલ
- આ મેચમાં વિરાટ કોહલીએ 63 બોલમાં 54 રન બનાવ્યા
વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.આ મેચમાં ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર ઓસ્ટ્રેલિયાના બોલરો સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. ભારતની ત્રણ વિકેટ ઝડપથી પડી ગઈ હતી, જેના પછી ચાહકોને આશા હતી કે વિરાટ કોહલી આજે ફરી એકવાર લાંબી ઇનિંગ્સ રમશે. જ્યારે પેટ કમિન્સે ભારતને ચોથો ઝટકો આપ્યો હતો.વિરાટના આઉટ થતાની સાથે જ સમગ્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો.
વિરાટના આઉટ થવા પર અનુષ્કાની પ્રતિક્રિયા વાયરલ
આ મેચમાં વિરાટ કોહલી 63 બોલમાં 54 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટના આઉટ થયા બાદ પત્ની અનુષ્કા શર્મા ખૂબ જ નિરાશ જોવા મળી હતી અને આખા સ્ટેડિયમમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ હતી. વિરાટના આઉટ થયા બાદ અનુષ્કા શર્માની પ્રતિક્રિયા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.કરોડો ચાહકોને વિરાટ કોહલી પાસેથી ઘણી અપેક્ષાઓ હતી અને વિરાટ ઘણી હદ સુધી તે અપેક્ષાઓ પર ખરા ઉતર્યા હતા.
મેચમાં ભારતની ઇનિંગ લડખડાઇ
આ મેચમાં ભારતીય ઇનિંગ શરૂઆતથી જ ખોરવાઈ જતો જોવા મળ્યો હતો. શુભમન ગિલ અને શ્રેયસ અય્યર ટોપ ઓર્ડરમાં ખૂબ જ વહેલા આઉટ થઈ ગયા હતા. આ બંને બેટ્સમેનોએ માત્ર 4-4 રન બનાવ્યા હતા. આ સિવાય રોહિત શર્માએ 31 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી.આ સિવાય વિરાટ કોહલીએ ભારતીય ઇનિંગ્સને ઘણી હદ સુધી સંભાળી હતી પરંતુ વિરાટ પણ પેટ કમિન્સના બોલ પર આઉટ થયો હતો. વિરાટે 54 રનની ઇનિંગ રમી હતી. ક્રિઝ પર આવેલ રવીન્દ્ર જાડેજા પણ ઘણા દબાણમાં જોવા મળ્યો હતો અને 22 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે કેએલ રાહુલ 66 રન બનાવીનૈ આઉટ થયો હતો.


