- વર્લ્ડકપ 2023 અત્યાર સુધી 10 લાખ દર્શકોએ સ્ટેડિયમમાં મેચ નિહાળી
- વર્લ્ડકપના 2023ની પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બરે રમાશે
- ફાઇનલ મેચ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
આ વખતે વર્લ્ડકપ 2023 ભારતમાં રમાઈ રહ્યો છે. ઓનલાઈન મેચ જોવાથી લઈને સ્ટેડિયમ સુધી પહોંચવા સુધી દર્શકો દરેક રીતે પોતપોતાની ટીમને સપોર્ટ કરી રહ્યા છે. હવે વર્લ્ડ કપમાં એક નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે અને આ વખતે ખેલાડીઓ નહીં પણ દર્શકો એક મોટું કારનામું કરવા જઈ રહ્યા છે. ટૂર્નામેન્ટ હવે તેના છેલ્લા તબક્કામાં પહોંચી ગઈ છે.પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બરે રમાશે. આ ઉપરાંત ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
વર્લ્ડકપ 2023 જોવા માટે અત્યાર સુધીમાં 10 લાખ દર્શકો પહોંચ્યા
વર્લ્ડકપ 2023 જોવા માટે અત્યાર સુધીમાં 10 લાખ દર્શકો પહોંચ્યા છે. હવે વર્લ્ડકપની આ 13મી આવૃત્તિ અત્યાર સુધી સૌથી વધુ જોવામાં આવેલી ICC ટૂર્નામેન્ટનો રેકોર્ડ તોડવાના માર્ગે છે. વર્લ્ડક 2023 અત્યાર સુધી 10 લાખ દર્શકોએ સ્ટેડિયમમાં મેચ નિહાળવા પહોંચ્યા હતા. iccએ ટ્વિટર પર આ મીહિતી શેર કરી છે. ટૂર્નામેન્ટની 13મી આવૃત્તિની પૂર્ણાહુતિ પહેલા છ મેચો બાકી છે, વર્લ્ડકપ 2023 રેકોર્ડ તોડવા જઈ રહ્યો છે અને અત્યાર સુધીનો સૌથી વધુ દર્શકોએ જોવાયેલ ક્રિકેટ વર્લ્ડ કપ બનવા જઈ રહ્યો છે.
ક્રિકેટ વર્લ્ડકપનું મહત્વ
ICC હેડ ઓફ ઈવેન્ટ્સ ક્રિસ ટેટલી માને છે કે ટૂર્નામેન્ટ પહેલાથી જ એક મોટી સફળતા રહી છે અને નોકઆઉટ સ્ટેજ દરમિયાન વધુ રેકોર્ડ તોડવાની અપેક્ષા રાખે છે. ટેટલીએ કહ્યું, “10 લાખથી વધુના રેકોર્ડ-બ્રેકિંગ પ્રેક્ષકો સાથે, ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 એ વિશ્વભરના ક્રિકેટ ચાહકોને ODI ફોર્મેટમાં સમર્થન અને રસની યાદ અપાવી છે, જે દર્શાવે છે કે ક્રિકેટ વર્લ્ડકપને કેટલું મહત્વ આપવામાં આવે છે.


