- વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમનો દબદબો
- ભારતીય ટીમે 8 લીગ મેચમાં મેળવી જીત
- હવે ભારત માત્ર 1 લીગ મેચ રમશે
વર્લ્ડકપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયાએ એક પછી એક 8 ટીમોને હરાવી અને 16 પોઈન્ટ મેળવીને પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ટીમ ઈન્ડિયાએ હજુ 1 લીગ મેચ રમવાની છે. જે રવિવારે નેધરલેન્ડ વિરુદ્ધ છે. જે બાદ ભારતીય ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પોઈન્ટ ટેબલમાં નંબર-4 પર રહેનારી ટીમ સાથે સેમીફાઈનલ મેચ રમશે.
વર્લ્ડકપ 2023માં ટીમ ઈન્ડિયાનો દબદબો
આ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો છે. ભારતે માત્ર મેચો જ જીતી નથી, દરેક વિભાગમાં વિરોધી ટીમોને હરાવીને મોટાભાગની મેચો એકતરફી અંદાજમાં જીતી છે. ટીમ ઈન્ડિયાના આ શાનદાર પ્રદર્શનના કેટલાક મહત્વના કારણો છે. જેના કારણે ટીમ ઈન્ડિયાની હાર થતી નથી.
ICC રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનું સ્થાન
- વનડે ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા નંબર-1 પર
- ટેસ્ટ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા નંબર-1 પર
- T-20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા નંબર-1 પર
ICC રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું સ્થાન
- શુભમન ગિલ બેટ્સમેનોની વનડે રેન્કિંગમાં નંબર-1 પર
- બોલરોની વનડે રેન્કિંગમાં મોહમ્મદ સિરાઝ નંબર-1 પર
- બેટ્સમેનોની T20 રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ નંબર-1 પર
- બોલરોની ટેસ્ટ રેન્કિંગમાં રવિચંદ્રન અશ્વિન નંબર-1 પર
- ઓલરાઉન્ડરોની ટેસ્ટ રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા નંબર-1 પર
ભારતીય ટીમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર -1
ભારતીય ટીમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર-1 ટીમ છે. સાથે વર્લ્ડકપ રમી રહેલી ટીમ ઈન્ડિયાની ટીમમાં 5 એવા ખેલાડીઓ છે, જે એક યા બીજી રીતે ICC રેન્કિંગમાં વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટર છે. જો આપણે ફક્ત વનડે ફોર્મેટની વાત કરીએ તો પણ, વનડે વર્લ્ડકપ અત્યારે ચાલી રહ્યો છે, વનડે ફોર્મેટમાં વિશ્વનો નંબર-1 બેટ્સમેન શુભમન ગિલ છે અને વિશ્વનો નંબર-1 બોલર મોહમ્મદ સિરાઝ છે. આ ઉપરાંતજો ફિલ્ડિંગની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા કદાચ આ સમયે દુનિયાનો નંબર-1 ફિલ્ડર છે. જેથી વનડે વર્લ્ડકપની ચેમ્પિયન બનવા માટે ટીમ ઇન્ડિયા પાસે નંબર-1 બેટ્સમેન, બોલર અને ફિલ્ડર છે. આવી સ્થિતિમાં કોઈ પણ ટીમ માટે ભારતને હરાવવું મુશ્કેલ કામ છે.


