- ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વિરુદ્ધ મેચ
- બેંગાલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ
- ટ્રેન્ટ બોલ્ટે વર્લ્ડકપમાં 50 વિકેટ પૂર્ણ કરી
ન્યૂઝીલેન્ડે શ્રીલંકા સામે કરો યા મરો મેચમાં શાનદાર શરૂઆત કરી છે. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે એક જ ઓવરમાં 2 વિકેટ લઈને પોતાની ટીમને શાનદાર શરૂઆત અપાવી અને વર્લ્ડકપ મેચમાં 50 વિકેટ પૂર્ણ કરી છે. ટ્રેન્ટ બોલ્ટ ન્યૂઝીલેન્ડ માટે વર્ષોથી મહત્વનો ફાસ્ટ બોલર રહ્યો છે. ખાસ કરીને, બોલ્ટ નવા બોલથી વિપક્ષી બેટ્સમેનો માટે મોટો ખતરો બને છે.
બોલ્ટે બનાવ્યો નવો રેકોર્ડ
શ્રીલંકા સામેની આ અત્યંત મહત્વની મેચમાં પણ કંઈક આવું જ બન્યું હતું. શ્રીલંકાના ઓપનિંગ બેટ્સમેન કુસલ પરેરાએ એક છેડેથી ઝડપી શરૂઆત કરી હતી, પરંતુ બીજા છેડેથી ટ્રેન્ટ બોલ્ટ સતત વિકેટ લેતો રહ્યો હતો. તેણે એક પછી એક શ્રીલંકાના ત્રણ બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા છે. આ વિકેટ સાથે ટ્રેન્ટ બોલ્ટે વર્લ્ડકપમાં પોતાની 50 વિકેટ પણ પૂર્ણ કરી છે. શ્રીલંકાના કેપ્ટન કુસલ મેન્ડિસની વિકેટ લઈને તેમણે વર્લ્ડકપ ઈતિહાસમાં પોતાની 50 વિકેટ પૂર્ણ કરી છે.
50 વિકેટ લેનારો ન્યૂઝીલેન્ડનો પ્રથમ ખેલાડી બન્યો
આ સાથે ટ્રેન્ટ બોલ્ટ વર્લ્ડ કપમાં 50 વિકેટ લેનારો ન્યૂઝીલેન્ડનો પ્રથમ ખેલાડી બની ગયો છે. બોલ્ટ વર્લ્ડકપમાં કુલ 28 મેચ રમ્યો છે. જેમાં તેમણે 24.17ની એવરેજ અને 4.83ના ઈકોનોમી રેટથી કુલ 52 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેણે એક ઇનિંગમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જ્યારે તેણે 3 ઈનિંગમાં 4-4 વિકેટ લેવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
50 વિકેટ લેવાનો છઠ્ઠો બોલર બન્યો
ટ્રેન્ટ બોલ્ટ વર્લ્ડ કપમાં 50 વિકેટ લેનારો વિશ્વનો માત્ર છઠ્ઠો બોલર બન્યો છે. બોલ્ડ પહેલાં વસીમ અકરે વર્લ્ડકપમાં 55, મલિથ મલિંગાએ 56, મિચેલ સ્ટાર્કે 59, મુથૈલાય મુરલીધરને 68 અને ગ્લેન મેકગ્રાએ 71 વિકેટ પ્રાપ્ત કરી છે.


