- ICC વિશ્વકપને લઇને ચોમેર ઉત્સાહ
- ભારતની જીત માટે પ્રાર્થનાનો દોર શરૂ
- સિદ્ધિવિનાયક તથા વારાણસીમાં કરાઇ પૂજા
અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા- ભારતની મેચને લઇને ઉત્સાહનો માહોલ છે. જ્યાં જુઓ ત્યાં વાદળી રંગના કપડામાં લોકો ક્રિકેટના રંગે રંગાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે દેશભરમાં આ મેચને લઇને અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પીએમ મોદી સહિત ઓસ્ટ્રેલિયાના રાજકીય દિગ્ગજો, બોલિવૂડ સ્ટાર સહિત દિગ્ગજોનું આગમન થઇ રહ્યું છે. ત્યારે આ મેચ ભારત જીતે તેવી દરેક ભારતીયોની આશા છે. જેને લઇને ઠેર ઠેર પ્રાર્થના, આરતી અને પૂજા પાઠનો દોર શરૂ થઇ ગયો છે.
વારાણસીમાં આરતી
ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે પણ ક્રિકેટ ફીવર છવાયો છે. ઓસ્ટ્રેલિયા સામેની ICC વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતની જીત માટે વારાણસીના સિંધિયા ઘાટ પર વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. અહીં લોકો ક્રિકેટર્સના ફોટા અને ભારતીય ફ્લેગ લઇને ઘાટ પર ઉભા રહ્યા હતા. ઘાટ પર આરતી કરીને ભારતની મેચ માટે પ્રાર્થના કરી હતી.
સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રાર્થના
તો બીજી તરફ મુંબઇના સિદ્ધિ વિનાયક મંદિરમાં પણ ભારતની જીત માટે પ્રાર્થના કરવામાં આવી હતી. અહીં ક્રિકેટર્સના પ્લેકાર્ડ અને કટ આઉટ્સ સાથે પહોંચ્યા હતા. લોકોમાં ક્રિકેટને લઇને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગણપતિ દાદાને ભારતની જીત માટે પ્રાર્થના કરી હતી.
https://www.youtube.com/watch?v=cY5v3k6ihQc&ab_channel=SandeshNews