આજથી લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમાશે. આ મેચમાં વરસાદની સંભાવના જણાઇ રહી છે. હવામાન વિભાગ અનુસાર શુક્રવાર અને રવિવારે ભારે વરસાદની શક્યતા છે. ત્યારે આવામાં જો મેચ ડ્ર થઇને પૂર્ણ થઇ તો વિજેતા કોણ બનશે. આવો જાણીએ શું કહે છે નિયમો.
આજથી ફાઇનલ મેચનો મુકાબલો
તેમ્બા બાવુમાની કેપ્ટન્સીમાં સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ પોતાના પ્રથમ ખિતાબ માટે રમી રહી છે. આ તેની પ્રથમ ફાઇનલ મેચ પણ છે. જ્યારે પેટ કમિન્સની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમની નજર પોતાના બીજા ખિતાબ પર છે. ગત સંસ્કરણમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને આ ખિતાબ જીત્યો હતો.
ત્યારે આ મેચ દરમિયાન હવામાનની વાત કરીએ તો, પહેલા દિવસે વરસાદની શક્યતા નહિવત છે. પરંતુ શુક્રવારે અને મેચના છેલ્લા દિવસે રવિવારે ભારે વરસાદની શક્યતા છે. જો કે ઇંગ્લેન્ડનું વાતાવરણ તો ગમે ત્યારે બદલાઇ જાય છે. આથી કશું કહી ન શકાય. શક્યતા છે કે આજે પહેલા દિવસે પણ વરસાદ પડી શકે.
ICC WTC Finalમાં રિઝર્વ ડેનો શું છે નિયમ ?
11 જૂનથી 15 જૂનની વચ્ચે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે. 16 જૂને રિઝર્વ ડે નક્કી થયો છે. પરંતુ આ દિવસે મેચ ક્યારે રમાશે તેનો પણ એક નિયમ હોય ચે.
રિઝર્વ ડે પર મેચ ત્યારે જ થાય છે જ્યારે પાંચ દિવસોમાં વરસાદ અથવા ઓછુ અજવાળુ કે અન્ય કોઇ કારણોથી મેચ જલ્દી પુરી કરવી પડે અથવા મેચ આખી ઓવર ન રમી શકાય. જો પાંચ દિવસમાં મેચ નક્કી ઓવર અનુસાર રમાઇતો રિઝર્વ ડે પર મેચ રમાશે નહી.
SA vs AUS WTC Final ડ્રો થયો શું થશે ?
સવાલ એ પણ થાય છે કે વર્લડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ડ્રો થઇ જાય તો ખિતાબ કોણ જીતે? અને જીત બાદ મળનારી ઇનામની રકમ કોને મળે. જો ડબલ્યૂટીસી ફાઇનલ મેચ ડ્રો પર પૂર્ણ થાય છે તો બંને ટીમનો સંયુક્ત રૂપથી વિજેતા ઘોષિત કરવામાં આવશે. ટ્રોફી બંને ટીમ શેર કરશે અને ઇનામની રકમ પણ બે ટીમમાં વહેંચાઇ જશે.
વિજેતા ટીમને કેટલી મળે પ્રાઇઝ મની ?
આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ જીતનારી ટીમને લગભગ 30.79 કરોડ રૂપિયા મળશે. રનર અપ એટલે કે હારનાર ટીમને 18.47 કરોડ રૂપિયા જ મળશે.