લેબનોનમાં રેડિયો સિસ્ટમ હેક થયાના અને ઇઝરાયેલી સંદેશ સાંભળ્યાના થોડા સમય પછી IDFએ હિઝબોલ્લાહના ઠેકાણાઓેને નિશાન બનાવીને ભારે હવાઈ હુમલા શરૂ કર્યા. લેબનોનના બેરૂતમાં થયેલા આ હુમલાઓમાં હિઝબુલ્લાહના મિસાઈલ યુનિટના વડા ઈબ્રાહિમ કબીસી સહિત ચાર લોકોના મોત થયા હતા. અહીં દહામાં એક ઈમારત સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર દાહાના અલ-રાબીરી વિસ્તારમાં IDF હુમલામાં ઇમારતના ત્રણ માળ નાશ પામ્યા હતા.
હિઝબુલ્લાહના મિસાઇલ યુનિટ પર IDFનો હુમલો
મળતી માહિતી અનુસાર હિઝબુલ્લાહનું લેબનોનના બેરૂતમાં મિસાઈલ યુનિટ છે. તેને સંપૂર્ણ રીતે નષ્ટ કરવા માટે ઈઝરાયલની સેના અહીં સતત હવાઈ હુમલાઓ કરી રહી છે. IDF દાવો કરી રહ્યું છે કે, તેના ફાઈટર જેટ્સે આ વિસ્તારોમાં લગભગ 2000 બોમ્બ ફેંક્યા છે. મીડિયા અહેવાલ અનુસાર ઇબ્રાહિમ કબીસીની બેરૂતના દાહામાં મોત થયું છે. તે હિઝબુલ્લામાં ટોચનો કમાન્ડર હતો, જેણે સેક્રેટરી હસન નસરાલ્લાહ સાથે કામ કર્યું હતું. હાલમાં મુખ્ય વ્યૂહરચનાકાર હતા.
ઈઝરાયલે હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા
સોમવારે ઈઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહના 1600 ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. આમાં 585 લોકો મોત થયા હતા, જ્યારે 1645 લેબનાનના લોકો ઘાયલ થયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મૃતકોમાં 35 બાળકો અને 58 મહિલાઓનો સમાવેશ થાય છે. ઈઝરાયલના હુમલા બાદ લેબનાનના હજારો લોકો તેમના ઘર છોડીને જતા જોવા મળ્યા હતા. IDFના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે, “અમે યુદ્ધ નથી ઈચ્છતા.” અમે અમારા પર તોળાઈ રહેલા જોખમોને દૂર કરવા માંગીએ છીએ. ઉત્તરીય સરહદ પર 7 ઓક્ટોબર જેવો ખતરો નહીં થાય. આ એક સુરક્ષિત સીમા હોવી જોઈએ. આ અમારું મિશન છે. આ માટે જે કંઈ કરવું પડશે તે કરીશું.
આ હુમલાઓના જવાબમાં હિઝબુલ્લાએ પણ હુમલો કર્યો હતો
આ હુમલાઓના જવાબમાં હિઝબુલ્લાએ પણ ઈઝરાયલની સરહદ પર રોકેટનો વરસાદ કર્યો હતો. તેમની તરફ 200થી વધુ રોકેટ છોડવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી મોટાભાગના ઈઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા હવામાં નાશ કરવામાં આવ્યા હતા. કેટલાક રોકેટ ઉત્તરીય શહેર હાઈફા અને કબજા વાળા વેસ્ટ બેન્ક સહિત ઈઝરાયલમાં પ્રવેશમાં પહોંચવામાં સફળ રહ્યા હતા. હિઝબુલ્લાહના હુમલામાં બે નાગરિકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, આ વાતની પુષ્ટિ થઈ શકી નથી.
2006 પછી ઈઝરાયલે સૌથી મોટો હવાઈ હુમલો કર્યો હતો
હિઝબુલ્લાહના સતત હુમલા બાદ ઈઝરાયલે સોમવારે તેની સામે સૌથી મોટો હવાઈ હુમલો કર્યો હતો. 18 વર્ષ પછી એટલે કે વર્ષ 2006માં બન્ને વચ્ચેના યુદ્ધ પછી આ સૌથી મોટો હુમલો કહેવામાં આવી રહ્યો છે. આ દરમિયાન મંગળવારે લેબનોનમાં રેડિયો સિસ્ટમ હેક કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ત્યાંના રેડિયો નેટવર્ક પર અચાનક ઈઝરાયલનો એક સંદેશ સંભળાવા મળ્યો હતો, જેમાં લોકોને હિઝબુલ્લાહ વિસ્તાર ખાલી કરીને સુરક્ષિત સ્થાનો પર જવા માટે કહેવામાં આવ્યું હતું.
રેડિયો સિસ્ટમ હેક
પહેલા પેજર, વોકી-ટોકી, પછી સોલાર એનર્જી સિસ્ટમમાં બ્લાસ્ટ અને ત્યારબાદ રેડિયો સિસ્ટમ હેક થવાથી લેબનોનના લોકોમાં ભય ફેલાયો હતો. હિઝબુલ્લાહ લડવૈયાઓમાં પણ સનસનાટી ફેલાઈ ગઈ હતી. તેમને તમામ પ્રકારના ગેજેટ્સથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી. સોમવારે પણ ઈઝરાયલ તરફથી ફોન કોલ કરવામાં આવ્યો હતો જેમાં લોકોને તાત્કાલિક તેમના ઘર અને ઈમારતો છોડી દેવાની ચેતવણી આપવામાં આવી હતી. લેબનોનમાં 80 હજારથી વધુ શંકાસ્પદ ઈઝરાયલ કોલ આવ્યા હતા.
કોલ વિનાશ અને અરાજકતા સર્જવા માટેના મનોવૈજ્ઞાનિક યુદ્ધ
ટેલિકોમ કંપની ઓગેરોના વડા ઈમાદ ક્રીડીહે જણાવ્યું હતું કે, આવા કોલ વિનાશ અને અરાજકતા સર્જવા માટેના મનોવૈજ્ઞાનિક યુદ્ધ જેવા છે. આ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. જેમાં વડાપ્રધાને કહ્યું કે, હું લેબનોનના લોકોને એક મહત્વપૂર્ણ સંદેશ આપવા માંગુ છું. ઈઝરાયેલની લડાઈ તમારી સાથે નથી. અમે હિઝબુલ્લાહ સાથે લડી રહ્યા છીએ, જે તમારો ઉપયોગ માનવ ઢાલ તરીકે કરી રહ્યો છે.


