- ઇઝરાયેલ અને હમાસ વચ્ચે હિંસક યુદ્ધ
- નુસીરત કેમ્પ પર પણ અનેક હવાઈ હુમલો
- હમાસ નેતાના ઘર પર હુમલો, બેઝમેન્ટ ટનલ પણ ધ્વસ્ત
આતંકવાદી સંગઠન હમાસ વિરુદ્ધ ઈઝરાયેલની સેનાની કાર્યવાહી તેજ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 200 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. હવાઈ હુમલાની સાથે ગાઝા પટ્ટીના ખાન યુનુસમાં હમાસની સુરંગો પર આર્ટિલરી શેલ પણ છોડવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં 200 લોકોના મોત
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે હિંસક યુદ્ધ ચાલુ છે. છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 21 હજારથી વધુ લોકોના મોત થયા છે. ઇઝરાયેલી સેના (IDF) એ હમાસના આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવા માટે હુમલા તેજ કર્યા છે. એક અહેવાલ અનુસાર, ગાઝા પટ્ટીના ખાન યુનિસમાં હમાસની સુરંગો પર થયેલા પ્રચંડ બોમ્બમારામાં છેલ્લા 24 કલાકમાં 200 લોકોના મોત થયા છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) સૈનિકો, જેઓ દક્ષિણ શહેરમાં સતત આગળ વધી રહ્યા હતા, તેમણે હમાસની સુરંગો પર હવાઈ હુમલા કર્યા. આ સાથે તોપના ગોળા પણ છોડવામાં આવ્યા હતા.
નુસીરત કેમ્પ પર પણ અનેક હવાઈ હુમલો
ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહી અંગે, સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે, ઈઝરાયેલી ટેન્કોએ શુક્રવારે રાત્રે ગાઝા પટ્ટીમાં ખાન યુનિસ પર ભારે ગોળીબાર અને હવાઈ બોમ્બમારો કર્યો. ઈઝરાયેલના અભિયાનમાં 24 કલાકમાં લગભગ 200 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. ચિકિત્સકો અને પેલેસ્ટિનિયન પત્રકારોના જણાવ્યા અનુસાર, IDF એરક્રાફ્ટે મધ્ય ગાઝામાં નુસીરાત કેમ્પ પર પણ અનેક હવાઈ હુમલા કર્યા હતા.
હમાસ નેતાના ઘર પર હુમલો, બેઝમેન્ટ ટનલ પણ ધ્વસ્ત
ઈઝરાયેલી સેનાએ ડિસેમ્બરની શરૂઆતમાં ખાન યુનિસના કેટલાક ભાગો પર કબજો કરી લીધો છે. રક્ષા મંત્રી યોવ ગાલાંટે કહ્યું કે સેના હમાસના કમાન્ડ સેન્ટરો અને હથિયારોના ડેપોને પણ સતત નિશાન બનાવી રહી છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેણે ગાઝા શહેરમાં ગાઝાના હમાસ નેતા યાહ્યા સિનવરના ઘરોમાંથી એકના ભોંયરામાં એક ટનલ અને સમગ્ર સંકુલનો નાશ કર્યો હતો.


