- ચૂંટણીના એક દિવસ પહેલા છત્તીસગઢમાં બ્લાસ્ટ
- નક્સલીઓએ કાંકેરમાં કર્યો બ્લાસ્ટ
- બીએસએફના 2 જવાનો ઘાયલ થતા હાલ સારવાર હેઠળ
છત્તીસગઢમાં પ્રથમ તબક્કાની વિધાનસભાની ચૂંટણીનું 7 નવેમ્બરે મતદાન થવાનું છે. 20 વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાશે. જે માટે ચાંપતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ એક સમાચાર સામે આવ્યા છે તે છત્તીસગઢના કાંકરેજમાં આઇડી બ્લાસ્ટ થતા બે જવાન ઘાયલ થયા છે.
કાંકેરમાં બ્લાસ્ટ
કાંકેરમાં મતદાનના એક દિવસ પહેલા, નક્સલવાદીઓએ પખાંજુર વિસ્તારના છોટાબેટીયા પોલીસ સ્ટેશન હેઠળ રેંગાવાહી ડાંગર ખરીદ કેન્દ્રની પાસે સ્થિતિ પુલિયામાં નક્સલવાદીઓએ આઇઇડી બ્લાસ્ટ કર્યો. જેમાં બીએસએફના બે જવાનોના ઘાયલ થવાના સમાચાર છે.
સર્ચ દરમિયાન થયો બ્લાસ્ટ
મહત્વનું છે કે આવતીકાલે મતદાનને લઇને ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. જવાનો દ્વારા સર્ચિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન જ નક્સલીઓએ આ ઘટનાને અંજામ આપ્યો. ચૂંટણી પહેલા નક્સલીઓ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા.
ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
આ અંગે પોલીસે માહિતી આપતા જણાવ્યું કે કાંકેરમાં થયેલા IED બ્લાસ્ટમાં BSFનો એક જવાન અને મતદાન પાર્ટીના બે સભ્યો ઘાયલ થયા છે. બીએસએફ અને જિલ્લા દળની સંયુક્ત પાર્ટી કાંકેર જિલ્લાના છોટબેટિયા પોલીસ સ્ટેશનની ચાર પોલિંગ પાર્ટીઓ સાથે કેમ્પ મારબેડાથી રેંગાઘાટી રેંગાગોંડી મતદાન મથક તરફ જઈ રહી હતી. હાલ ઘાયલોની સારવાર ચાલી રહી છે અને તેમની હાલત સામાન્ય છે.