- જો બાઈડેનેનું પહેલું નિવેદન આવ્યું સામે
- રાતા સમુદ્રમાં હૂતિ બળવાખોરો સામે કાર્યવાહી
- આર્મીને એક્શન માટે મેં ઓર્ડર આપ્યો : જો બાઈડેન
ગાઝામાં ઈઝરાયલી સેનાની કાર્યવાહીના વિરુદ્ધમાં હૂતી બળવાખોર રાતા સમુદ્રમાં ઈઝરાયલ સાથે સંકળાયેલા જહાજોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. હૂતિઓએ સતત જહાજો પર હુમલા વધારી દીધા છે. આનો જવાબ આપવા અમેરિકાએ પણ વળતી કાર્યવાહી કરી હતી. અમેરિકાએ બ્રિટન અને બીજા સહયોગીઓએ સાથે મળીને યમનમાં હવાઈ હુમલા કર્યા છે. રાતા સમુદ્રમાં થઈ રહેલા હૂતિઓ દ્વારા હુમલાનો જવાબ આપતા અમેરિકા અને બ્રિટનની આર્મીએ યનમાં હવાઈ હુમલા કર્યા છે.
અમેરિકા હૂતિઓ સામે ઉગ્ર બન્યું
યમનમાં એર સ્ટ્રાઈક પછી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે તેઓ પોતાના લોકોની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય વાણિજયના મુખ્ય પ્રવાહ માટે પ્રતિબદ્ધ છે. જો આ માટે કોઈ કાર્યવાહીની જરૂર જણાશે તે તેઓ આની માટે સૈન્યને સૂચના આપતા જરાપણ નહીં સંકોચાય. વધુમાં બાઈડેને કહ્યું કે હૂતિઓના હુમલા નહિ રોકાય તો તેઓને આગળ વધુ યોગ્ય જવાબ આપવામાં આવશે.જો ખતરો નહિ ટળે તો વધુ હુમલા કરાશે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે મારા નિર્દેશ પર અમેરિકી સૈન્ય યુકેની સાથે મળીને ઓસ્ટ્રેલિયા, બહેરિન, કેનેડા અને નેધરલેન્ડના સમર્થનમાં યમનમાં અનેક ઠેકાણે સફળ હુમલા કર્યા. જેનો ઉપયોગ બળવાખોરો કરી રહ્યા હતા.
બળવાખોરો સામે લેવાશે પગલાં
અમેરિકન સંરક્ષણ પ્રધાન લૉયડ ઑસ્ટિને યમનમાં થતા હુમલા પર નિવેદન આપતા જણાવ્યું કે હુમલામાં હૂતીઓને જહાજ અને જમીન પર હુમલા કરનારી ક્રૂઝ મિસાઈલ, રડાર અને એર સર્વેલન્સની ક્ષમતાને ટાર્ગેટ બનાવી હતી. અમેરિકા આત્મરક્ષાના પોતાના અધિકારને યથાવત્ રાખે છે અને જો જરૂર જણાશે તો ફરીથી કાર્યવાહી કરશે. ગત વર્ષે નવેમ્બરમાં રાતા સમુદ્રમાં હૂતીઓએ ઈન્ટરનેશનલ શિપિંગને ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યા પછી આ પહેલીવાર છે જ્યારે અમેરિકા અને સહયોગીઓએ તેની વિરુદ્ધ હુમલા શરૂ કર્યા છે. અમેરિકી અને બ્રિટીશ સૈન્યએ મોટાપાયે યમનમાં હૂતીઓ દ્વારા વપરાશ કરાતી સાઈટો પર બોમ્બમારો કર્યો છે.
હૂતિઓએ દુનિયાના દેશોને આપી ધમકી
યમનના મોટાભાગના હિસ્સા પર કબ્જો જમાવેલા હૂતિ બળવાખોરોએ પેલેસ્ટિનમાં હમાસના સમર્થનની જાહેરાત કરી છે. હૂતી રાતા સમુદ્રમાં એવા જહાજોને ટાર્ગેટ કરી રહ્યા છે જે ઈઝરાયલ સાથે સંકળાયેલા હોય. ગાઝઆમાં ઈઝરાયલ સૈન્યના આક્રમણ પછી હૂતી બળવાખોરોએ રાતા સમુદ્રમાં હુમલા કર્યા છે. જેને જવાબ આપવા અમેરિકાએ ઘણા દેશોની સાથે મળી એક મલ્ટિનેશનલ ફોર્સ બનાવી છે. આમાં સીતી રીતે બ્રિટન એનો સાથ આપી રહી છે. આમ છતાં ઓસ્ટ્રેલિયા, બહેરિન, બેલ્ઝિયમ, કેનેડા, જર્મની, ડેનમાર્ક, જાપાન, નેધરલેન્ડ અને સિંગાપુર પણ આના સમર્થનમાં છે.


