- જોર્ડનમાં બેઝ પર ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકોના મોત
- ઇરાકમાં કાર્યરત કટ્ટરપંથી ઈરાન સમર્થિત આતંકવાદી જૂથો દ્વારા હુમલો
- અમેરિકા જવાબી કાર્યવાહીમાં આનો ઉપયોગ કરશે
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે એક રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર અમેરિકાએ ઈરાક અને સીરિયામાં ઈરાની ટાર્ગેટ પર હુમલાને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ ઘણા દિવસોથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શનિવારે જોર્ડનમાં ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. જે બાદ અમેરિકા ક્યારે જવાબી કાર્યવાહી કરશે તે અંગે અટકળો લગાવવામાં આવી રહી હતી.
ઉલ્લેખનીય છે કે રવિવારે જોર્ડનમાં બેઝ પર ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આ હુમલા માટે ઈરાન સમર્થિત આતંકવાદીઓને જવાબદાર ઠેરવ્યા હતા અને કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે આ મામલે તથ્યો એકત્રિત કરી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે તે સીરિયા અને ઇરાકમાં કાર્યરત કટ્ટરપંથી ઈરાન સમર્થિત આતંકવાદી જૂથો દ્વારા કરવામાં આવ્યું હતું.
અમે બીજું યુદ્ધ નથી ઈચ્છતા: અમેરિકા
વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના વ્યૂહાત્મક સંચાર સંયોજક જ્હોન કિર્બીએ કહ્યું હતું કે હુમલામાં 30 થી વધુ અમેરિકન સૈનિકો પણ ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કિર્બીએ કહ્યું, “અમે બીજું યુદ્ધ નથી ઈચ્છતા.” અમે તણાવ વધારવા માંગતા નથી પરંતુ અમે ચોક્કસપણે આ ક્ષેત્રમાં પોતાનો બચાવ કરવા, આ મિશન ચાલુ રાખવા અને આ હુમલાઓનો યોગ્ય જવાબ આપવા માટે જે કંઈ કરવાની જરૂર પડશે તે કરીશું. ,


