- મધ્યપ્રદેશના બડવાનીમાં પીએમ મોદીનું સંબોધન
- વિધાનસભાની ચૂંટણીને લઇને કરી રહ્યા છે પ્રચાર
- કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
પીએમ મોદી મધ્યપ્રદેશના બડવાનીમાં ચૂંટણી સભા કરી રહ્યા છે. મધ્યપ્રદેશમાં શિવરાજસિંહની સરકાર છે. અને ફરીથી ભાજપ જ સરકારમાં આવે તે માટે પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે પીએમ મોદીએ ચૂંટણી પ્રચારમાં વિરોધીઓને આડેહાથ લીધા હતા.
ભ્રષ્ટાચારીઓને પકડાવુ તો ગાળો આપે છે- પીએમ મોદી
PM મોદીએ આ અંગે સંબોધન કરતા જણાવ્યું કે છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની કાળી કમાણીના ઢગલા નીકળી રહ્યા છે. ગાદલા નીચે પૈસા છુપાવવા પડે છે. શું પરસેવાની કમાણી હોય તો આવા પૈસા છુપાવવાની જરૂર પડે ખરા ? હું આવા ભ્રષ્ટાચારીઓને પકડાવુ તો તમે મને પ્રેમ આપો છો પરંતુ આ લોકો તો મને એટલી જ ગાળો આપે છે.
ભાજપમાં છે વિશ્વાસ- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઘોષિત કરવું સૌભાગ્યની વાત છે. કોંગ્રેસ દ્વારા હંમેશા અવગણવામાં આવતા આદિવાસી સમાજનું ગૌરવ વધારવાનું અને તેમને સામાજિક ન્યાય આપવાનું કામ ભાજપે કર્યું. કાલે હું ઝારખંડના ભગવાન બિરસામુંડા ગામમાં જઈ રહ્યો છું, ત્યાંથી આખા દેશના આદિવાસીઓ માટે એક મોટી યોજના શરૂ થવા જઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે તમારા વોટથી મધ્યપ્રદેશમાં ફરીથી ભાજપની સરકાર બનશે. ભાજપ વિકસિત મધ્યપ્રદેશ સાથે વિકસિત ભારત માટે પ્રતિબદ્ધ છે. બડવાનીમાં લોકોની આ ભીડ દર્શાવે છે કે રાજ્યના લોકોને માત્ર ભાજપમાં જ વિશ્વાસ છે.