- બોર્ડના વિદ્યાર્થીઓની મદદ માટે પોલીસ જવાનો સ્ટેન્ડ ટુ રહેશે
- આ માટે પોલીસ કંટ્રોલરૂમના 100 નંબર ફોન કરવાનો રહેશે
- ટ્રાફિકમાં ફસાવ, અકસ્માત થાય, સ્લીપ ખોવાય તો પોલીસની મદદ માગો
અમદાવાદ શહેર પોલીસ બોર્ડના વિદ્યાર્થીઓને મદદ કરવા માટે સ્ટેન્ડ ટુ રહેશે તેવા આદેશો જારી કરાયા છે. ધો-10 અને ધો-12ના વિદ્યાર્થીઓ રસ્તામાં ટ્રાફિક જામમાં ફસાય, અકસ્માતનો ભોગ બને અને નાની મોટી ઈજા થાય કે તેઓની સ્લીપ કે અગત્યના કાગળો ખોવાઈ જાય તો પોલીસની મદદ મેળવી શકશે. આ માટે પોલીસ કંટ્રોલરૂમના 100 નંબર ફોન કરવાનો રહેશે. પોલીસ વિદ્યાર્થીઓને મદદ કરીને પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચાડવા માટે મદદ કરશે. આ અંગે પોલીસ કંટ્રોલરૂમને ડીસીપી કોમલ વ્યાસે જાહેરનામું પાડીને આદેશ જારી કર્યો છે. ખાસ કરી બોર્ડના વિદ્યાર્થીઓના કંટ્રોલરૂમમાં આવતા ફોનને પહેલા પ્રાયોરીટી આપવા માટે પોલીસને સૂચના જારી કરાયો છે.


