ઈરાન ઈઝરાયલ વચ્ચેના યુદ્ધથી દુનિયાભરમાં હડકંપ મચવા પામ્યો છે. કારણકે અમેરિકા ખુલ્લેઆમ ઈઝરાયલનો સાથ આપી રહ્યું છે. આ સિવાય ફ્રાન્સ, બ્રાઝિલ, મેક્સિકો, ઈંગ્લેન્ડ, અજરબૈજાન, બ્રિટન પણ ઈઝરાયલનો સાથ આપી શકે છે. બીજી તરફ ઈરાનના પક્ષમાં સૌથી પહેલા રશિયા ઉભુ છે. પાકિસ્તાન, ચીન, નોર્થ કોરિયા, આર્મેનિયા, બેલારુસ, લેબનાન, યમન ઈરાનનો સાથે આપી શકે છે.
ભારતના ઈરાન અને ઈઝરાયલ સાથે સારા સંબંધો હોવાથી, ભારત તટસ્થ છે. યુદ્ધમાં કોને ટેકો આપશે તે અંગે ભારત તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ જો અમેરિકા ઈરાન પર હુમલો કરે છે અને તે યુદ્ધમાં કૂદી પડે છે, તો ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા છે. હાલમાં વિવાદનો સમાધાન કરવાનો પ્રયત્ન શરૂ છે. પરંતુ ઈરાન સરેન્ડર નહીં કરવાની જીદ પર આવી ગયું છે. ઈઝરાયલ પણ પાછળ હટવા તૈયાર નથી. પરંતું અમેરિકા જીદ પર ચડ્યું છે કે ઈરાનને પરમાણુ હથિયાર નહી બનાવા દીએ. એવામાં ત્રણેય દેશોની જીદ આખી દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ લઈ જઈ રહી છે.
મધ્ય પૂર્વ ધીમે ધીમે એક મોટા યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે. ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધ સાતમા દિવસે પણ ચાલુ છે. ઇઝરાયલી હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા ઇરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોને તોડી પાડવામાં આવી છે. તે જ સમયે, ઇઝરાયલે ઇરાનમાં યુરેનિયમ સેન્ટ્રીફ્યુજ અને મિસાઇલ ઉત્પાદન એકમો પર પણ હુમલો કર્યો. ઇઝરાયલી હુમલાઓને કારણે ઈરાનમાં અત્યાર સુધીમાં 639 લોકો માર્યા ગયા છે. અમેરિકા પણ આ યુદ્ધમાં કૂદી શકે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંતિમ આદેશની રાહ જોવાઈ રહી છે.