ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેનાથી દુનિયા હેરાન છે. એવામાં સવાલો ઉઠી રહ્યા છે કે શું આ ત્રીજા વિશ્વ યુદ્ધનું ટ્રેલર છે? જો એવું હશે આ ચિંગારી આખી દુનિયાને તબાહ કરી નાખશે. કારણકે બંને દેશ એકબીજાને તબાહ કરી નાખવાની ધમકી આપી રહ્યા છે અને અમેરિકા આ યુદ્ધમાં જોડાવાની કોશિશ કરી રહ્યું છે. અમેરિકા આ યુદ્ધમાં ઈઝરાયલનો સાથ આપી રહ્યું છે અને ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુએ કહી દીધુ છે કે જ્યાં સુધી ઈરાનના તમામ પરમાણુ ઠેકાણાઓ ધ્વસ્ત નહીં થાય ત્યાં સુધી હુમલાઓ બંધ થશે નહીં. પરંતું જો સાચે જ ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું તો કયા દેશો પર હુમલો થશે અને કયા દેશો સુરક્ષિત રહેશે.
રશિયાએ કરી ત્રીજા વિશ્વ યુદ્ધની વાત
ઈઝરાયલના ઈરાન પર હુમલા બાદ રશિયાની આ પ્રતિક્રીયાએ સૌૈને હેરાન કરી દીધા છે. રશિયાની સેનાના ટોપ જનરલ અલાઉદીનોએ જણાવ્યું હતું કે ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ હવે ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું છે. જનરલે સ્પષ્ટ જણાવ્યું છે કે 10 લાખ સૈનિકોને યુદ્ધ માટે તૈયાર કરવામાં આવશે. એવામાં અંદાજો લગાવવામાં આવે છે કે ઈરાન અને ઈઝરાયલના આ યુદ્ધમાં દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા, રશિયા અને ચીન પણ જોડાશે.
ક્યાંથી શરૂ થશે ત્રીજુ વિશ્વ યુદ્ધ
જો આ યુદ્ધ શરૂ થયુ તો આ યુદ્ધની શરૂઆત પશ્ચિમી એશિયાથી થઈ શકે છે. જો તણાવ વધ્યો તો તેમાં બીજા ઘણા દેશો શામેલ થઈ શકે છે. હવે સવાલ એ છે કે આ યુદ્ધ કયા દેશો વચ્ચે થઈ શકે છે અને ક્યાં હુમલો થશે. હા, અમેરિકા સૌથી શક્તિશાળી દેશ છે અને તે રશિયા અને ચીનને પોતાનું પ્રતિદ્વંદ્વી માને છે. અમેરિકા સાથે યુરોપિય દેશો આ યુદ્ધમાં શામેલ થઈ શકે છે. નાટો દેશ પણ અમેરિકાનો સાથ આપી શકે છે.
આ દેશો છે સૌથી સુરક્ષિત
યુદ્ધ અને હુમલા સિવાય વાત કરીયે તો આ દરમિયાન સૌથી સુરક્ષિત દેશ સ્વિટ્ઝરલેન્ડ, કેનેડા, ન્યૂઝિલેન્ડ, આઈસલેન્ડ, સ્વીડન, ભૂટાન અને ફિનલેન્ડ છે. સ્વિટ્ઝરલેન્ડને હંમેશા તટસ્થતા અને શાંતિ માટે માનવામાં આવે છે. તેણે છેલ્લા ઘણા દશકાઓથી યુદ્ધમાં ભાગ લીધો નથી.