- કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાનો યોગ્ય નિર્ણય લીધો છે
- કૉંગ્રેસમાંથી આવેલા કાર્યકરો ભાજપમાં દૂધમાં સાકરની જેમ ભળી જશો
- 3072 જેટલા કાર્યકરોએ કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે
આણંદ જિલ્લાના બોરસદ ખાતે આજે યોજાયેલા કાર્યક્રમમાં બોરસદ અને આંકલાવના કૉંગ્રેસના આગેવાન કાર્યકરો સહિત 3072 જેટલા કાર્યકરોએ કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. તેમજ ભાજપમાં જોડાતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું હતું.
કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાનો યોગ્ય નિર્ણય લીધો છે
બોરસદ ખાતે કૉંગ્રેસના કાર્યકરોને ભાજપમાં પ્રવેશ આપતા સી.આર.પાટીલે કહયું હતું કે આ વિસ્તારનાં કૉંગ્રેસના એક મુખ્યમંત્રીએ જ્ઞાતિ વાઇઝ રાજકારણ રમી ખામ થિયરી લાવી જ્ઞાતિઓ વચ્ચે ભાગલા પાડવાનું કામ કર્યું હતું અને તેમને થોડા સમયમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવું પડ્યું હતું. આ વિસ્તાર કૉંગ્રેસનો ગઢ હોવા છતાં આ વિસ્તારમાં વિકાસના કામો થતા ન હતા. ત્યારે કૉંગ્રેસના કાર્યકરોએ કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાનો યોગ્ય નિર્ણય લીધો છે અને ભાજપમાં સ્વાગત કરું છુ.
કૉંગ્રેસમાંથી આવેલા કાર્યકરો ભાજપમાં દૂધમાં સાકરની જેમ ભળી જશો
કૉંગ્રેસમાંથી આવેલા કાર્યકરોને કહ્યું હતું કે તમે દૂધમાં સાકરની જેમ ભળી જશો અને ભાજપમાં તમને માન ના મળે તમારી સાથે યોગ્ય વર્તન ન થાય તો તમે મને સીધો ફોન કરજો તમારું માન અને સ્વમાન બંને જળવાશે. બોરસદ અને આંકલાવ તાલુકાના સરપંચો, પૂર્વ સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યો, દૂધ મંડળીઓના હોદ્દેદારો સહિત 3072 કાર્યકરોએ કૉંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાતા સી.આર.પાટીલએ કેસરિયો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.


