- સી પ્લેન બગડે તો તેના માટે અન્ય પ્લેન હોવું જોઈએ:ચૌધરી
- પ્રવાસી આવે તેના માટે આ શરૂઆત કરી હતી : બળવંત સિહ
- પ્લેન 50 વર્ષ જૂનું પ્લેન 50 વર્ષ જૂનું પ્લેન ના કરો : હર્ષ સંઘવી
સી પ્લેન માટેનો મુદ્દો આજે વિધાનસભા ગૃહમાં ચર્ચામાં આવ્યો હતો. જેના કારણે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા લગાવવામાં આવેલા આરોપ પર રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા જવાબ આપવામાં આવ્યા હતા. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, તમે જે પ્લેનથી યુએસ યુકે જાઓ છો એની ઉંમર જોતા નહિ તો અંદર બેસતાં એટેક આવી જશે.
કોંગ્રેસના સવાલ પર હર્ષ સંઘવીનો જવાબ
આજે કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી દ્વારા સી પ્લેન માટે સવાલ ઉઠાવ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, સી પ્લેન બગડે તો તેના માટે અન્ય પ્લેન હોવું જોઈએ. તેમજ અહીં તો પ્લેન બગડે તો તેને માલદીવ મોકલવું પડે છે તેના માટે કાઈ આયોજન છે. જેના જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, કોઈપણ ફલાઇટ કેટલું જૂનું છે તેના થી ઉંમર થી નક્કીના થાય. 50 વર્ષ જૂનું પ્લેન 50 વર્ષ જૂનું પ્લન ના કરો, તમે જે પ્લેનથી યુએસ યુકે જાઓ છો એની ઉંમર જોતા નહિ તો અંદર બેસતાં એટેક આવી જશે.
2900 લોકોએ કરી મુસાફરી
આ મુદ્દે મંત્રી બળવંતસિંહએ જવાબ આપતાં જણાવ્યું કે, આવનારા સમયમાં પૈસા અને સમય બચે અને પ્રવાસી આવે તેના માટે આ શરૂઆત કરી હતી. આપણે શરૂઆત કરી એ પાર્ટી હતી તેને આપ્યું તેને રિપેર માટે માલદીવ જવું પડતું. જો કે અત્યાર સુધીમાં 2900 થી વધારે લોકોએ લાભ લીધો છે. પણ તુષાર ભાઈ ને હું ખાતરી આપુ છું કે આવું 4 સ્થળે થવાનું છે એટલે ચિંતા ન કરે.
વિધાનસભા ગૃહમાં સી પ્લેન મુદ્દે હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, પ્લેનનાં વિષયમાં જાણકારી હોવી જરૂરી છે. તેમજ ટુરિઝમ માટે આગળ વધવા પ્રયાસ હતો. જેના માટે આગામી સમયમાં પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. 50 વર્ષ જૂનું પ્લેન 50 વર્ષ જૂનું પ્લેન ના કરો.


