- પીએમ સુનકે કટ્ટરવાદીઓને ચેતવણી આપી
- ઇસ્લામિક ચરમપંથી અને ઘૂર દક્ષિણપંથી એકબીજાને પ્રોત્સાહન આપે છે
- પીએમ સુનકે કહ્યું કે તમે મારી જેમ એક હિંદુ અને એક ગૌરવાન્વિત બ્રિટિશ
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે શુક્રવારે સાંજે લોકશાહી બચાવવા માટે દેશના નાગરિકોને અપીલ કરી હતી. તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે ચરમપંથી શક્તિઓ દેશને તોડવાની અને તેમની બહુધાર્મિક ઓળખને નબળી પાડવાની તૈયારી કરે છે. પીએમ સુનકે પોતાના ભાષણમાં કહ્યું કે, જે લોકો વિઝા પર છે, જો તેમણે નફરત ફેલાવવાની કોશિશ કરી તો, તેમના વિઝા રદ કરી દેવાશે. પોતાની હિંદુ માન્યતાનો ઉલ્લેખ કરતાં બ્રિટિશ ભારતીય નેતાએ ભારપૂર્વક કહ્યું કે UKનાં સ્થાયી મૂલ્યો બધા ધર્મો અને જાતિના પ્રવાસીઓ પ્રત્યે સમભાવ રાખવાનું શીખવે છે. અહીં જે અપ્રવાસી આવ્યા છે, તેમણે જે યોગદાન આપ્યું છે તેણે આપણા દેશનાં નવાં પ્રકરણો લખવામાં મદદ કરી છે. પીએમ સુનકે કહ્યું કે તમે મારી જેમ એક હિંદુ અને એક ગૌરવાન્વિત બ્રિટિશ વ્યક્તિ હોઈ શકો છો, એક ધર્મનિષ્ઠ મુસ્લિમ અને એક દેશભક્ત નાગરિક હોઈ શકો છો, જેમ કે ઘણા એવા લોકો છે કે એક લગનથી કામ કરનારા યહૂદી વ્યક્તિ અને પોતાના સ્થાનિક સમુદાયનું કેન્દ્ર હોઈ શકે છે અને આ બધું આપણી ખ્રિસ્તી ચર્ચની સહિષ્ણુતા પર આધારિત છે.
કટ્ટરવાદીઓ દેશને નફરત કરે છે :
ઋષિ સુનકે કહ્યું કે ઇસ્લામિક ચરમપંથી અને ઘૂર દક્ષિણપંથી એકબીજાને પ્રોત્સાહન આપે છે. તેઓ દેખાડો કરવા માટે પરેશાન છે કે તેમના દ્વારા થતી હિંસા કોઈ રીતે યોગ્ય છે. જ્યારે વાસ્તવમાં આ ગ્રૂપ એક જ ચરમપંથી સિક્કાની બે બાજુ છે. બંને આપણા બહુલવાદી, આધુનિક દેશને નફરત કરે છે. કોઈ પણ દેશ પરફેક્ટ નથી, પણ આપણા દેશે જે સારુું કર્યું છે તેના પર મને ખૂબ ગર્વ છે.


