અધશ્ચોધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલાઃ,
અધશ્ચ મૂલાન્યનુસંતતાનિ કર્માનુબંધીનિ મનુષ્યલોકે. (15/2)
અર્થાત્ આ સંસારવૃક્ષની ગુણો (સત્ત્વ, રજ અને તમ)ના દ્વારા વધેલી તથા વિષયરૂપી (કૂં5ળોવાળી) શાખાઓ નીચે, મધ્યમાં અને ઉ5ર એમ બધી જગ્યાએ ફેલાયેલી છે. મનુષ્યલોકમાં કર્મો અનુસાર બાંધવાવાળાં મૂળ 5ણ નીચે અને ઉ5ર (બધા જ લોકમાં) વ્યાપ્ત થઇ રહ્યાં છે.
ઊધ્વમૂલ 5રમાત્માની નીચે સંસારવૃક્ષની શાખાઓ નીચે, મધ્ય અને ઉ5ર સર્વત્ર ફેલાયેલી છે એમાં મનુષ્ય યોનિરૂપી શાખા જ મૂળ છે, કારણ કે મનુષ્ય યોનિમાં નવીન કર્મો કરવાનો અધિકાર છે. અન્ય શાખાઓ ભોગ યોનિઓ છે, જેઓમાં ફક્ત પૂર્વકૃત કર્મોનું ફળ ભોગવવાનો જ અધિકાર છે. આ મનુષ્યો યોનિરૂપી મૂળ શાખાથી મનુષ્ય નીચે (અધોલોક) તથા ઉ5ર (ઊધ્વલોક) બંને બાજુ જઇ શકે છે અને સંસારવૃક્ષનું છેદન કરીને સૌથી ઊધ્વ 5રમાત્મા સુધી 5ણ જઇ શકે છે. એટલા માટે તુલસીદાસજી મહારાજે કહ્યું છે કે,
નરક સ્વર્ગ અપવર્ગ નિસેની,
ગ્યાન બિરાગ ભગતિ શુભ દેની.
(રામાયણ-7/120/5)
મનુષ્ય શરીર નરક, સ્વર્ગ અને મોક્ષની નિસરણી અને કલ્યાણકારી જ્ઞાન-વૈરાગ્ય અને ભક્તિ આપનાર છે.
સંસારવૃક્ષની મુખ્ય શાખા બ્રહ્મા છે. બ્રહ્માથી તમામ દેવ, મનુષ્ય વગેરે યોનિઓની ઉત્પત્તિ અને વિસ્તાર થયો છે. એટલા માટે બ્રહ્મલોકથી પાતાળ સુધી જેટલા 5ણ લોક છે તેમાં રહેવાવાળા દેવ મનુષ્ય, કીટ વગેરે પ્રાણીઓ છે તે તમામ સંસારવૃક્ષની શાખાઓ છે. જેવી રીતે જળ સીંચવાથી વૃક્ષની શાખાઓ વધે છે તેવી જ રીતે ગુણરૂપી જળના સંગથી આ સંસારવૃક્ષની શાખાઓ વધે છે. આ ગુણોનો સંગ રહેતાં સંસાર સાથેનો સંબંધ વિચ્છેદ થઇ શકતો નથી.
આ સંસારવૃક્ષમાં વિષય ચિંતન જ કૂંપળો છે. વિષય ચિંતન ત્રણ ગુણોથી થાય છે. વિષય ચિંતન કરતા રહીને મનુષ્યનો સંસાર સાથે સંબંધ વિચ્છેદ થઇ શકતો નથી. વિષયોનું ચિંતન કરવાવાળા મનુષ્યની તે વિષયમાં આસક્તિ પેદા થઇ જાય છે. આસક્તિથી કામના પેદા થાય છે. કામનાથી ક્રોધ પેદા થાય છે. ક્રોધથી સંમોહ (મૂઢભાવ) થઇ જાય છે. સંમોહથી સ્મૃતિ ભ્રષ્ટ થઇ જાય છે. સ્મૃતિ ભ્રષ્ટ થઇ જવાથી બુદ્ધિનો નાશ થઇ જાય છે. બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનું 5તન થઇ જાય છે. (ગીતા-2/62-63)
અંતકાળમાં મનુષ્ય જે જે ભાવનું ચિંતન કરતો રહીને શરીરનો ત્યાગ કરે છે તે તે ભાવને જ પ્રાપ્ત થાય છે. આને જ વિષયરૂપી કૂં5ળોનું ફૂટવું કહે છે. કૂં5ળોની જેમ વિષયો 5ણ દેખાવમાં ખૂબ જ સુંદર પ્રતીત થાય છે, જેથી મનુષ્ય તેમાં આકર્ષિત થઇ જાય છે. પોતાના વિવેકથી 5રિણામ 5ર વિચાર કરી તેમને ક્ષણભંગુર નાશવાન અને દુઃખરૂ5 જાણીને એ વિષયોનો ત્યાગ કરી દેવો જોઇએ. વિષયોમાં સૌંદર્ય અને આકર્ષણ પોતાના રાગના કારણે જ દેખાય છે એટલા માટે વિષયોમાં રાગનો ત્યાગ જ વાસ્તવિક ત્યાગ છે. વિષયો વિષયુક્ત લાડુ સમાન છે. દોષમાં વિષયો કાળા સર્પના વિષથી 5ણ વધુ તીવ્ર છે, કેમ કે વિષ તો ખાવાવાળાને જ મારે છે, પરંતુ વિષયો તો આંખથી દેખવાવાળાને 5ણ છોડતા નથી. (વિવેક ચૂડામણી-7૯) – વિનોદભાઇ માછી `નિરંકારી’