- દેશ અને દુનિયામાં જાણીતી સહકારી સંસ્થા એટલે ઈફકો
- ઈફકો 60 હજાર કરોડ રૂપિયાનું ટર્ન ઓવર ધરાવે છે
- ઈફકોની ચૂંટણીમાં ગુજરાતમાંથી જયેશ રાદડિયા વિજેતા બન્યા
દેશ અને દુનિયામાં જાણીતી ઈફકો સંસ્થા 60 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવે છે. આ ઉપરાંત સહકારી સંસ્થા પણ છે. ઈન્ડીયન ફાર્મર્સ ફર્ટીલાઈઝર્સ કો-ઓપરેટીવ લિમિટેડ એટલે કે’ઈફકો ‘ના નામથી જાણીતી બની ચુકી છે. દેશની આ ખાતર કંપની ઈફકો ખેડૂતો અને ખેતીને લગતા યુરિયા ખાતર અને અન્ય સવલતો પુરી પાડે છે.
ઈફકો ખેડૂત ઉત્પાદક સંગઠનોને લઈ ખેડૂતોની કલ્યાણ કારી કામગીરી કરવામાં આવે છે. ઈફકો નાબાર્ડ અને અન્ય એજન્સીઓ સાથે જોડાઈને કામ કરે છે. ઈફકો ખેડૂતોને કૃષિ ટેક્નિકનો ઉપયોગ, પેકેજ (પીઓપી),પાક લણણી પછીનું સંચાલન, પ્રાથમિક પ્રક્રિયા, ગુણવત્તાના ધોરણો વગેરે વિશે નિયમિત તાલીમ આપે છે.
ઈફકોની દેશના અગ્રણી શહેરોમાં પ્લાન્ટ આવેલા છે. ગાંધીધામ, મુંબઈ, કલોલ પાસે શેરથામાં ઈફકોનો મોટો પ્લાન્ટ છે. ઈફકોએ યુરિયા ખાતરમાં વિવિધ પ્રયોગો હાથ ધરી બિન યુરિયા અને યુરિયા જેવી
ઈફકોની કમાણી
ઈફકોની કુલ આવક વર્ષ-2022-2023માં વધીને રૂ. 62,990 કરોડ થઈ છે જે અગાઉના વર્ષમાં રૂ. 41,898 કરોડ હતી. આટલું જ નહીં, IFFCO જૂથ તેના સહયોગીઓ અને સહાયક કંપનીઓ સહિત હવે લગભગ રૂ. 1.05 લાખ કરોડનું થઈ ગયું છે. આનો ફાયદો થવાનું કારણ નેનો યુરિયા અને સબસિડીમાં વધારાને જવાબદાર ગણવામાં આવે છે. સંસ્થાએ ગયા વર્ષ કરતાં વધુ નેનો ખાતરનું વેચાણ કર્યું છે. નાણાકીય વર્ષ 2022-2023માં તેનું વેચાણ 2.15 કરોડ બોટલથી વધીને 3.27 કરોડ બોટલ થઈ ગયું છે. વધુ બે નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટ કાર્યરત થયા છે. નેનો ડીએપી ગુજરાતમાં ઈફકોના કલોલ-શેરથામાં વિસ્તરણ યુનિટ, કંડલા યુનિટ અને ઓડિશામાં પારાદીપ યુનિટમાં બનાવવામાં આવશે.
નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન IFFCO પ્લાન્ટ્સમાંથી 95.61 લાખ મેટ્રિક ટન ખાતરનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું, જે પોતાનામાં એક મોટો રેકોર્ડ છે. તેમાં 48.80 લાખ મેટ્રિક ટન યુરિયા, 30 લાખ મેટ્રિક ટન ડીએપી અને 46.75 લાખ મેટ્રિક ટન એનપીકેનો સમાવેશ થાય છે.
ઈફકો ડિરેક્ટર પદ માટે ભાજપના બળિયાજૂથ આમને સામને હતા
ઈફ્કોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ છે. બિપીન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ છે. ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પહેલેથી જ જયેશ રાદડિયાને સમર્થન આપ્યું હતું. જ્યારે, ગોતા વિસ્તારના બિપીન પટેલ કે જેમને મેન્ડેટ અપાયો હતો. .


