- વેન્ડર પોલિસીનો અમલ થતો નથી : સ્વચ્છતા ઝુંબેશ સઘન બનાવવા સૂચના
- એસ્ટેટ વિભાગ લક્ઝુરિયસ અને દિશાવિહીન બની ગયોઃ કમિશનર
- શહેરમાં વિવિધ જગ્યાએ ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને સાઇટ આવેલી છે
અમદાવાદમાં ગેરકાયદે બાંધકામો અને દબાણો દૂર કરવા માટે આપવામાં આવેલી સૂચનાઓનો અમલ નહીં કરવા બદલ એસ્ટેટ- ટીડીઓ વિભાગમાં ચાલતી લાલિયાવાડી સામે ભારે નારાજગી દર્શાવીને AMC કમિશનર એમ. થેન્નારસને જણાવ્યું હતું કે, એસ્ટેટ વિભાગ એકદમ લક્ઝુરિયસ અને દિશાવિહીન બની ગયો છે. ગેરકાયદે દબાણો દૂર કરવા માટે એક્શન પ્લાન બનાવીને કડક અમલ કરવા તેમણે તાકીદ કરી છે. શહેરમાં સ્વચ્છતા જાગૃતિ ઝૂંબેશ સઘન બનાવવા સૂચના આપી છે. લારી- ગલ્લા હટાવાયા પછી પછી ફરીથી દબાણો થઈ જાય છે. સુરત મ્યુનિ. કોર્પોરેશનમાં આવો કોઈ વિભાગ જ નથી. મારી પાસે તો વિભાગ અને સ્ટાફ્ હોવા છતાં પણ અસરકારક કામગીરી દેખાતી નથી.
વીકલી રિવ્યુ મીટિંગમાં એસ્ટેટ- ટીડીઓ વિભાગની ઝાટકણી કાઢીને મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, લારી- ગલ્લા હટાવાયા પછી પછી ફરીથી દબાણો થઈ જાય છે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. શહેરમાં AMC વેન્ડર પોલિસીનો અમલ કરવાનો હોય છે, તે અમલ થતો નથી. શહેરમાં વિવિધ જગ્યાએ ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને સાઇટ આવેલી છે. તેને પણ દૂર કરવા માટેની સૂચના અધિકારીઓને આપવામાં આવી હતી. સુરત મ્યુનિ. કોર્પોરેશનમાં આવો કોઈ વિભાગ જ નથી. મારી પાસે તો વિભાગ અને સ્ટાફ્ હોવા છતાં પણ અસરકારક કામગીરી દેખાતી નથી.
અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણ-2023માં 15મો ક્રમાંક મળ્યો છે પરંતુ, હજી પણ ક્યાંક ખામીઓ અંગે સમીક્ષા કરવા અને સ્વચ્છતા અંગે અવેરનેસ કેમ્પેઇન કરવા સૂચના આપી છે. શહેરમાં એર ક્વોલીટીમાં વધારો થતો જાય છે. રોડ ઉપર જે ધૂળ હોય છે તે ઉડે છે. સ્પ્રિંકલર મશીનનો યોગ્ય ઉપયોગ કરવા સૂચના આપી છે. શહેરના વિવિધ જગ્યાએ જંકશન રી-ડેવલોપમેન્ટ માટે ડિઝાઇન મુજબ કરવા માટે પણ ડ્ઢરૂસ્ઝ્ર સ્તરે રીવ્યુ કરવા જણાવ્યું હતું.


