હરિયાણાના કુરુક્ષેત્રની નિવાસી ખુશપ્રીત અમેરિકાથી પરત ફર્યો છે. તેઓએ વતન વાપસીની કહાની કહેતા જણાવ્યુ હતુ કે ત્યાના એજંટો અને માફિયાઓનું ટોર્ચર ભયંકર હતુ. 6 મહિના સુધી તેઓએ ઘણી બધી મુસિબતોનો સામનો કર્યો છે. ડંકી રુટથી જનાર લોકો સાથે કેવો વ્યવહાર કરાય છે તેની સંપૂર્ણ કહાની પીડિતે સંભળાવી હતી. મોટા જંગલો, વિશાળ સમુદ્ર અને અસહ્ય પીડાની વ્ચચે તમારે રહેવું પડે છે.
વનત વાપસીની રાહ હતી કઠીન
મોટા જંગલો, વિશાળ સમુદ્ર અને અસહ્ય પીડાની વ્ચચે તમારે રહેવું પડે છે. 182 દિવસ બાદ હું જીવિત છું એ કોઇ ચમત્કારથી ઓછું નથી. હરિયાણાના કુરુક્ષેત્રની નિવાસી ખુશપ્રીત અમેરિકાથી પરત ફર્યો છે. પોતાની કહાની સંભળાવતા પિડીત રડી પડ્યો હતો. એજંટોએ તેમના પૈસા પડાવ્યા અને વિશ્વાસ તોડ્યો હતો. માફિયાઓના હવાલે કરીને તેમના જીવ લેવાનો પણ પ્રયાસ કરાયો હતો. ખુશપ્રીતે વધુમાં જણાવ્યુ હતુ કે, તેમનું સપનું હતુ કે તેઓ અમેરિકા જશે અને પૈસા કમાવશે. અને પરિવારજનોને સુખ સુવિધા આપી શકુ. અમેરિકા જવા માટે એજંટે 45 લાખનો ખર્ચો કહ્યો હતો. આ પૈસા ચુકવવા માટે પરિવારે જમીન, પશુ, ખેતી બધુ વેચીને વ્યાજ લીધુ હતુ. અને અમેરિકા ગયા પછી જે પણ પરિસ્થિતીઓ સામે આવી તે મેં ક્યારે પણ સપનામાં જોઇ ન હતી. તેણે વધુમાં કહ્યુ હતુ કે, એજંટ મને ડંકી રુટથી અમેરિકા લઇ ગયો હતો. હું ડંકી રુટ જાણતો ન હતો. એજંટ જેમ કહેતો ગયો તેમ હું કરતો ગયો હતો. 6 મહિના થયા મને અમેરિકા પહોંચતા. અને ત્યા અમેરિકી પોલીસે મારી ધરપકડ કરી હતી. હું માત્ર 12 દિવસ ત્યાં રહ્યો અને પછી મને ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ 182 દિવસ જે યાતનાઓ મેં ભોગવી છે તે હું ક્યારેપણ ભૂલી નહીં શકું. મોટા જંગલો, વિશાળ સમુદ્ર પાર કરીને હું 6 મહિના બાદ અમેરિકા પહોંચ્યો હતો. આ દરમિયાન એજંટ માફિયાઓેએ મને કરંટ લગાવ્યો હતો. અને મારા પર તેઓ પેશાબ કરતા હતા. મને લાંબા સમય સુધી ભૂખ્યો-તરસો રાખવામાં આવતો હતો. કેટલાયે દિવસ હું મોટા અંધારા જંગલોમાં ચાલતો જ રહેતો હતો. હું માત્ર 12 દિવસ જ અમેરિકા રહ્યો અને પછી મને ડિપોર્ટ કરવામાં આવ્યો હતો.
પોલીસ લેશએ એક્શન, એજંટો પકડાશે
હરિયાણામાં જેટલા એજંટોએ યુવાનોને ડંકી રુટથી વિદેશ મોકલ્યા છે. તેના પર સકંજો કસાશે. અને પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરશે. જે લોકોની વતન વાપસી થઇ છે. તેમના નિવાસસ્થાને જઇને પોલીસ પૂછપરછ કરશે અને વધુ તપાસ હાથ ધરશે. જેનાથી આવા એજંટ માફિયાઓની ધરપકડ કરવામાં આવશે. ટ્રાવેલર્સ એજસીઓ પર પણ તવાઇ જોવા મળી રહી છે. તેમના દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવશે.


