અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પોતાના બેફામ નિવેદનો માટે પ્રખ્યાત છે. અને તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનો કડક અમલ કરવવામાં પણ તેઓ પાછળ નથી. એક તરફ, સામૂહિક દેશ નિકાલ તો બીજી તરફ, ટૈરિફ. આ બંને કાયદાનો અમલ બાદ દુનિયાભરમાં હલચલ જોવા મળી રહી છે. હવે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડા અંગે નિવેદનબાજી કરી રહ્યા છે. તેઓ કેનેડા પાછળ હાથ ધોઇને પડી ગયા છે.
ટ્રંપનો કેનેડા પ્રત્યે અનોખો ઉત્સાહિત
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડા પ્રત્યે ખૂબ જ ઉત્સાહિત છે. આ વખતે તેમણે કહ્યું કે તેઓ કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા માટે ખૂબ જ ગંભીર છે. જો આવું નહીં થાય, તો દેશને નુકસાન થઈ રહ્યું છે અને તેઓ આવું થવા દેશે નહીં. આ ઉપરાંત તેમણે નવા ટેરિફ પ્લાનની પણ જાહેરાત કરી. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની બધી તાકાતથી કેનેડા પાછળ લગાવી છે. પોતાના નવા નિવેદનથી રાષ્ટ્રને ફરીથી હચમચાવી નાખ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના કાર્યકાળની શરૂઆતથી જ ઘણા કઠિન નિર્ણયો લઈ રહ્યા છે. આમાંનો સૌથી મોટો નિર્ણય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અંગે લેવામાં આવ્યો હતો. બીજી તરફ, તેઓ અમેરિકામાં ગ્રીનલેન્ડ અને કેનેડાનો સમાવેશ કરવાની પણ વાત કરી રહ્યા છે. તેમના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ કેનેડા અને ગ્રીનલેન્ડ પ્રત્યે ખૂબ જ ઉત્સાહિત છે. તેઓ કોઈપણ કિંમતે બંનેને અમેરિકાનો ભાગ બનાવવા માંગે છે. તાજેતરમાં તેમણે ગ્રીનલેન્ડ વિશે કહ્યું હતું કે આવનારા સમયમાં તે અમેરિકાનો ભાગ બનશે. દરમિયાન, ટ્રમ્પે કેનેડા વિશે કહ્યું કે જો તે 51મું અમેરિકન રાજ્ય બને તો સારું રહેશે. જો આવું નહીં થાય, તો અમેરિકાને નુકસાન થશે, અને હું એવું નહીં થવા દઉં. તેમણે એમ પણ કહ્યું કે તેઓ આ બાબતે મજાક કરવાના મૂડમાં નથી.
અમેરિકાને નુકસાન નહીં થવા દઈએઃટ્રંપ
ટ્રમ્પે કહ્યુ કે, કેનેડા અને મેક્સિકો સહિત અમેરિકામાં થતી તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર 25% ટેરિફની જાહેરાત કરશે. આ ઉપરાંત, તેઓ આ અઠવાડિયાના અંતમાં નવી ટેરિફ નીતિ લાવશે. ટ્રમ્પના આ નિવેદનથી ઘણા દેશો તણાવમાં આવી ગયા છે. આનું કારણ એ છે કે અગાઉના ટેરિફ પ્લાન પછી અન્ય દેશોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બને તો વધુ સારું રહેશે. આનાથી આપણું નુકસાન પણ ઘટશે. અત્યારે આપણે દર વર્ષે લગભગ 200 ડોલર બિલિયન ગુમાવી રહ્યા છીએ અને હું આવું નહીં થવા દઉં. આપણે દર વર્ષે બિનજરૂરી રીતે 200 અબજ ડોલર કેમ ચૂકવવા જોઈએ? ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ કેનેડાને 51મું રાજ્ય બનાવવા માટે ખૂબ જ ગંભીર છે. આ સાથે તેમણે કેનેડા પર કબજો પણ સ્વીકાર્યો. જેમ કે કેનેડાના વિદાયમાન પીએમ ટ્રુડોએ તાજેતરમાં કહ્યું હતું.


