- ન્યૂજર્સીમાં હત્યાની ઘટના અંગે કોઈ કાર્યવાહી નહીં
- અમેરિકાના અધિકારીઓ હત્યાના બનાવથી અજાણ
- ન્યૂજર્સીમાં ધાર્મિક સ્થળોની સુરક્ષા મજબૂત કરાશે
અમેરિકાના ન્યૂ જર્સીમાં બુધવારે એક મસ્જિદ બહાર ઈમામની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. ઈમાર પર ફાયરિંગ શા માટે કરાયું એનું કારણ અત્યાર સુધી સામે નથી આવ્યું, ન્યૂજર્સની ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે બને એટલા પ્રયાસ કરવાનો વાયદો કર્યો છે. પોલીસે મૃતકની ઓળખ કરી હતી. ગવર્નર મર્ફીએ જણાવ્યું કે અધિકારીઓને ગોળી મારવા અંગે જાણકારી નથી. નેવાર્ક પબ્લિક સૅફ્ટી ડાયરેકટરના જણાવ્યા પ્રમાણે મૃતકને સવારે છ વાગ્યે ગોળી મારવામાં આવતા તાત્કાલિક તેઓને ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેઓનું અવસાન થઈ ગયું હતું.
આ કેસમાં અત્યાર સુધી કોઈ એક્શન નહીં
ઈમામની હત્યાના કલાકો સુધી પોલીસે કોઈપણ આરોપીની ધરપકડ નહોતી કરી. અધિકારીઓએ એવી સ્પષ્ટતા નથી કરી કે હિંસા કયા કારણથી અને ઈમામને જ શા માટે ટાર્ગેટ કરાયો હતો. આ મુદ્દે અમેરિકામાં સૌથી મોટા મુસ્લિમ વકીલ સંગઠન કાઉન્સિલે ઘટના અંગે જાણકારી મેળવી રહ્યું છે. આ સંગઠન સ્થાનિક લોકોને પોલીસ પાસે જવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.
ગવર્નરે આપ્યું આશ્વાસન
ઈમામની ગોળી મારી હત્યા કરવાની ઘટના અંગે ગવર્નર મર્ફીએ જણાવ્યું કે આવા સમયમાં જ્યારે મુસ્લિમ સમુદાય પૂર્વાગ્રહની ઘટનાઓ અને ગુનાહિત કેસમાં થતા વધારાને લઈ ચિંતિત છું. ને તમામ ધર્મોને આશ્વસ્ત કરું છે કે અમે પોતાની તાકાતથી બધું કરીશું. ખાસ કરીને ધાર્મિક સ્થળો અથવા એની આસપાસ તમામ ઘર સુરક્ષિત છે.


