- દેશના કેટલાક ભાગોમાં હજુ પણ ઠંડીનું મોજું ફરી વળવાની સંભાવના
- હિમાચલ પ્રદેશ અને પંજાબમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાવાની સંભાવના
- JK, ઉત્તરાખંડમાં આગામી 24 કલાકમાં વરસાદ/બરફ પડવાની શક્યતા
ઉત્તર ભારત સહિત દેશના અનેક ભાગોમાં વરસાદ બાદ ઠંડીથી રાહત મળી છે. આ દરમિયાન, હવામાન વિભાગે જણાવ્યું હતું કે દેશના કેટલાક ભાગોમાં હજુ પણ ઠંડીનું મોજું ફરી વળવાની સંભાવના છે.
આ સિવાય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 9 અને 10 ફેબ્રુઆરીના રોજ સવારે ગાઢ ધુમ્મસની સંભાવના છે. આગામી 24 કલાકમાં હિમાચલ પ્રદેશ અને પંજાબના વિવિધ ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાવાની સંભાવના છે.
ઉત્તરાખંડના જુદા જુદા ભાગોમાં 8 ફેબ્રુઆરીએ જમીની વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. IMD અનુસાર, 9 ફેબ્રુઆરી બાદ દેશમાં ક્યાંય પણ ધુમ્મસ નહીં હોય. હિમાચલ પ્રદેશમાં આગામી 24 કલાકમાં કોલ્ડવેવની શક્યતા છે.
જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આગામી 24 કલાકમાં વરસાદ અથવા બરફ પડવાની શક્યતા છે. આસામ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા અને સિક્કિમના કેટલાક સ્થળોએ આગામી 24 કલાકમાં વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે 8 ફેબ્રુઆરીના રોજ દેશના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે. દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના ભાગોમાં 9 ફેબ્રુઆરીથી વરસાદ થઈ શકે છે. 10 ફેબ્રુઆરીએ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભના વિસ્તારમાં વરસાદની સંભાવના છે.
IMD અનુસાર, 10 ફેબ્રુઆરીએ તેલંગાણા, ઓડિશા અને આંદામાન નિકોબારમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. 10 ફેબ્રુઆરીએ સમગ્ર ઉત્તરપૂર્વીય ક્ષેત્ર સૂકું રહેશે. 11 ફેબ્રુઆરીએ તેલંગાણા અને ઝારખંડના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે.


