દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સંપૂર્ણપણે સક્રિય છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાનું હળવું દબાણ અને મોનસૂન ટ્રફને કારણે વરસાદની ગતિમાં વધારો થયો છે. 15 ઓગસ્ટ, 2025 ના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં અતિશય વરસાદે વિનાશ વેર્યો છે, જ્યારે દિલ્હી અને અન્ય મેદાની વિસ્તારોમાં હળવા વરસાદે વાતાવરણને ઠંડુ બનાવ્યું. ઉત્તરાખંડ, હિમાચલ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદથી સર્જાયેલી પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે રસ્તાઓ બંધ થયા છે, ખેતીને નુકસાન થયું છે અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
Daily Weather Briefing (15.08.2025) !
Extremely heavy falls likely over some parts of Maharashtra during 16-18 & Gujarat on 18th August.#IMDForecasts #Konkan #Goa #MadhyaMaharashtra #Gujarat #HeavyRain #WeatherAlert #Monsoon2025 #RainfallWarning #ExtremeWeather #IndiaWeather… pic.twitter.com/hIhihksLXv
— India Meteorological Department (@Indiametdept) August 15, 2025
<script async="" src="
” charset=”utf-8″>
હવામાન વિભાગની આગાહી
આગામી છ દિવસમાં ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને 16 થી 18 ઓગસ્ટ દરમિયાન કોંકણ અને ગોવામાં અતિ ભારે વરસાદ, જ્યારે 17 અને 18 ઓગસ્ટે મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો અને 18 ઓગસ્ટે ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત, મધ્ય ભારતમાં પણ આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ઓડિશા અને તેની આસપાસના ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે હળવું દબાણ ક્ષેત્ર બનેલું છે, જે વરસાદને વેગ આપી રહ્યું છે.
ઉત્તર-પશ્ચિમ ભારત ભારે વરસાદની આગાહી
દેશના વિવિધ ભાગોમાં હવામાનની સ્થિતિ પર નજર કરીએ તો, ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી સાત દિવસ પૂર્વ રાજસ્થાન અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. 16 થી 19 ઓગસ્ટ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં પણ વરસાદની આગાહી છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો, આગામી સાત દિવસમાં કર્ણાટક અને તેલંગાણાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. પૂર્વોત્તર ભારતમાં પણ આગામી સાત દિવસ અસમ અને મેઘાલયમાં ભારે વરસાદ અને 16 થી 21 ઓગસ્ટ દરમિયાન અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.