- 4લાખથી ઓછી આવક ધરાવતા લોકોને લાભ મળશે
- લાભાર્થી પાસેથી માત્ર 10 ટકા ફાળો લેવાનો નિર્ણય કર્યો
- અગાઉ 50 ટકા પ્રમાણે આપવાના થતા ફાળાને બદલે
રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં બાળકોને સરકાર તરફથી એકવાર વિના મૂલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે, તે બાળકોને બીજા કોકલીયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે અગાઉ 50 ટકા પ્રમાણે આપવાના થતા ફાળાને બદલે હવે લાભાર્થી પાસેથી માત્ર 10 ટકા ફાળો લેવાનો નિર્ણય કર્યો છે. જેથી, વાલીઓ બાળકને અગાઉ આપવામાં આવેલ કોકલીયર મશીનની કાળજી વ્યવસ્થિત લેશે.
ફક્ત એટલું જ નહિ જે કિસ્સાઓમાં લાભાર્થીઓએ સરકારી સહાય વગર પોતાના ખર્ચે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાવેલું હશે તેમાંથી 4 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓને એકવાર કોકલીયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે હવે લાભાર્થી પાસેથી 10 ટકા ફાળો લેવાની જોગવાઇ કરવામાં આવી છે.
તેમજ સુપર સ્પેશિયાલીટી સારવાર માટે અમદાવાદ ખાતે રીફર થતા આરોગ્ય કાર્યક્રમના તમામ લાભાર્થીઓને તેમના રહેઠાણથી આરોગ્ય સંસ્થા સુધીનું જવા આવવાનું મુસાફરી ભથ્થુ એસ.ટી.ના ભાવ મુજબ મળશે તેવો પણ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.


