- બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર પર ભરતી
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પર પણ થશે ભરતી
- હથિયારી કોન્સ્ટેબલ અને SRPF માં થશે ભરતી
રાજ્યમાં ચૂંટણી પહેલાં સરકારી નોકરીમાં ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. જેમાં પોલીસ વિભાગની સૌથી મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ માટે 12 હજારથી વધુ જગ્યા પર ભરતી કરવામાં આવશે. જેના અંગેની માહિતી પોલીસ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવી છે. આ માટેના ફોર્મથી લઈ વધુ માહિતી આગામી દિવસમાં જાહેર કરવામાં આવશે.
આ માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ થી લઈ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ સાથે જ એસ.આર.પી.એફ. અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની કુલ 12472 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવી છે.
- બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) – 315
- બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) – 156
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) – 4422
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) – 2178
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) – 2212
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) – 1090
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF)(પુરૂષ) – 1000
- જેલ સિપોઇ (પુરૂષ) – 1013
- જેલ સિપોઇ (મહિલા) – 85
- કુલ ભરતી – 12,472
આ અંગેની તમામ માહિતીઓ આગામી દિવસમાં https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. જેના સાથે જ ભરતી માટે ઉંમર અને યોગ્ય શૈક્ષણિક લાયકાત સાથે જ ભરતી માટેના નિયમો પણ આગામી દિવસોમાં વેબસાઈટ પર મુકવામાં આવશે.
ભરતી પ્રક્રિયામાં ફેરફાર
અગાઉ ફેબ્રુઆરીમાં લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, એના કોઈ ગુણ રહેશે નહીં. પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું, જે હવે રદ કરવામાં આવ્યુ છે. જેથી શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે એના કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ત્યાર બાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.


