ઓપરેશન સિંદૂરને લઈને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલનું નિવદેન સામે આવ્યું છે. NSA ડોવલે જણાવ્યું હતું કે ઓપરેસ સિંદૂર દરમિયાન ભારતને કોઈ નુકસાન પહોચ્યું નથી. ડોવલે કહ્યું કે વિદેશી મિડીયાએ જાણી જોઈને ખોટા સમાચાર ફેલાવ્યા છે અને ખાસ વાત તો એ છે કે કોઈની પાસે ભારતમાં થયેલા નુકસાનનો એક પણ ફોટો નથી. NSA ડોવલે IIT મદ્રાસના 62માં દીક્ષાંત સમારોહના કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ વાત કરી હતી. આવો જાણીયે તેમણે બીજુ શું કહ્યું.
આખા ઓપરેશનમાં ફક્ત 23 મિનિટ લાગી
અજીત ડોવલે કાર્યક્રમને સંબોદિત કરતી વખતે જણાવ્યું હતું કે આપણે આપણી સ્વદેશી ટેકનિક ડેવલોપ કરવી પડશે. સિંદૂરની વાત અહીં કરવામાં આવી હતી. અમને આ વાત પર ગર્વ છે કે તેમાં સ્વદેશી હથિયાર હતા. અમે પાકિસ્તાનના નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનું નક્કી કર્યું હતું. આ બોર્ડર વિસ્તારોમાં નહોતા. અમે કોઈ નિશાન ચૂક્યા નહીં. અમે બીજે ક્યાંય હુમલો કર્યો નહીં. તે એટલી સચોટ હતી કે અમને ખબર પડી ગઈ કે કોણ ક્યાં છુપાયેલુ છે. સમગ્ર ઓપરેશનમાં ફક્ત 23 મિનિટનો સમય લાગ્યો.”
વિદેશી મિડીયા પર ભડક્યા NSA ડોવલ
અજીત ડોવલએ કહ્યું હતું કે વિદેશી મિડીયા દ્વારા ઘણુ બધુ કહેવામાં આવ્યું હતું. પાકિસ્તાને આ કર્યું અને પાકિસ્તાને પેલુ કર્યું. તમે મને એક ફોટો બતાવો. આજનો જમાનો સેટેલાઈટનો છે. તમે મને એક ફોટો બતાવો જેમાં ભારતમાં કોઈ નુકસાન થયેલું દેખાયું હોય.