- વર્ગ-3 સંવર્ગની કુલ: 12472 ખાલી જગ્યા માટે ભરતી
- આગામી દિવસોમાં ઓનલાઈન અરજી કરી શકાશે
- પરીક્ષા હવે ઓફલાઈન લેવામાં આવશે
રાજ્યમાં પોલીસ ભરતીની આગામી દિવસોમાં ઓનલાઈન અરજી કરી શકાશે. આ વચ્ચે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે, આ પરીક્ષાઓ ઓફલાઈન લેવાશે. જેમાં રાજ્યમાં આગામી કુલ 12472 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી કરવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે. જ્યારે તેની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે.
રાજ્યની સૌથી મોટી એવી પોલીસ વિભાગની પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-3 સંવર્ગની કુલ: 12472 ભરતી માટેના ઓનલાઇન અરજીઓ મંગાવવામાં માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરાઈ છે.
4 એપ્રિલથી ફોર્મ ભરી શકાશે
પોલીસ બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.04/04/2024 (બપોરના 15:00 કલાક)થી તા.30/04/2024 (રાત્રિના 23:59 કલાક સુધી) કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે.
વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે
પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.


