ઇમરાન ખાન હાલમાં પંજાબ પ્રાંતના રાવલપિંડીના અદિયાલા જેલમાં કેદ છે. અહીં તેઓએ બીજીવાર જેલમાં રોઝા રાખ્યા છે. તેઓ અન્ય કેદીઓની જેમ ઇફ્તારી અને સેહરી કરે છે. તેમને એક સ્પેશિયલ અને એક રેગ્યુલર ભોજન પિરસવામાં આવે છે. સેહરીના સમયે ઇમરાનને ખજૂર, શરબત, ચા અને જમવાનું ઉપલબ્ધ કરવામાં આવે છે. તો સામાન્ય ભોજનમાં દાળ, ભાત, શાક અને અથાણું સાથે જ ઇંડા પણ આપવામાં આવે છે.
અચૂકપણે કરે છે રોઝા
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાન હાલ જેલમાં બંધ છે. અને તેઓ જે જેલમાં બંધ છે તેને હાઇ એલર્ટ પર મુકવામાં આવી છે. આ વખતે તેઓએ રમઝાન બાદ સત્તા વિરુદ્ધ જવા માટે જાહેરાત કરી છે. તેઓ સતત જેલમાંથી પત્રો લખી રહ્યા છે. ઇમરાન ખાને અમેરિકા સહિત અન્ય દેશોને પત્રો લખ્યા છે. અને પાકિસ્તાનમાં લોકતંત્ર બચાવવા માટે માગ કરી છે. ઇમરાન ખાન જ્યારે પાકિસ્તાનના પીએમ હતા ત્યારે રોઝા રાખતા હતા અને હવે જ્યારે તેઓ જેલમાં કેદ છે ત્યારે પણ તેઓ ભૂલ્યા વગર રોઝા રાખે છે. ઇમરાને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, જ્યારે તેઓ ક્રિકેટ રમતા હતા ત્યારે પણ અચૂકપણે રોઝા રાખતા હતા. અને રાજનીતિમાં પ્રવેશ કર્યા બાદ પણ તેઓ પોતાના નિતી-નિયમમાં રાબેતા મુજબ હતા. પાકિસ્તાનના પૂર્વ પીએમે ગયા વર્ષે પણ રોઝા રાખ્યા હતા અને આ વર્ષે પણ જેલમાં રોઝા રાખ્યા છે. ઇમરાન ખાન હાલ આદિયાલા જેલમાં બંધ છે.
રોજ કસરત કરે છે ઇમરાન ખાન
ઇમરાન ખાન ઇફતારીના એક કલાક અગાઉ વ્યાયામ કરે છે. કસરત બાદ તેઓ ઇફ્તારી કરે છે. અને બાદમાં મેડિટેશન કરે છે. અને શરીરને તંદુરસ્ત રાખવા માટે મસાલેદાર ભોજનથી દુર રહે છે. સૌથી વધુ પાણી પીવે છે કે જેના કારણે ડિહાઇડ્રેશનનો પ્રોબ્લેમ ન થાય.
ઇફતારીમાં કઇ વસ્તુઓ આરોગે છે ઇમરાન ખાન ?
તેમને એક સ્પેશિયલ અને એક રેગ્યુલર ભોજન પિરસવામાં આવે છે. સેહરીના સમયે ઇમરાનને ખજૂર, શરબત, ચા અને જમવાનું ઉપલબ્ધ કરવામાં આવે છે. તો સામાન્ય ભોજનમાં દાળ, ભાત, શાક અને અથાણું સાથે જ ઇંડા પણ આપવામાં આવે છે. પૂર્ણ રમઝાન દરમિયાન કેદીઓને નોનવેજ ફૂડ ઉપલબ્ધ કરવામાં આવે છે. પરંતુ ઇમરાન ખાનની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તેમની માટે અલગથી ભોજન તૈયાર કરવામાં આવે છે.


