પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ ઇમરાન ખાન મામલે ચોંકાવનારો દાવો કરાયો છે. જે મુજબ જેલમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપીને તેમની હત્યા કરવામાં આવી છે.
હત્યાની આશંકા વધુ પ્રબળ બની
બલૂચિસ્તાન વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ અને અસીમ મુનીરના ષડયંત્ર હેઠળ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. હત્યા મામલે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઇમરાન ખાનની બહેનો અને તેના પરિવારજનોને જેલમાં પ્રવેશ પર રોક લગાવાઇ છે. જેના કારણે હત્યાની આશંકા વધુ પ્રબળ બની છે.
શું કરાયો છે દાવો ?
પંજાબ-પાકિસ્તાન જેલની અંદર ઇમરાન ખાનની હત્યા કરાઇ છે. ઇમરાન ખાન લાંબા સમયથી જેલમાં કેદ હતા.આ પોસ્ટમાં મીડિયા આઉટલેટનો હવાલો આપીને લખ્યુ છે કે, તેમની હત્યા ગુપ્તચર એજન્સીઓ અને અસીમ મુનીરના ષડયંત્ર હેઠળ કરાઇ છે. અને જો આ સમાચાર સત્ય હશે તો પાકિસ્તાનનો અંત થશે. વિશ્વ સમક્ષ સત્ય આવતાની સાથે જ પાકિસ્તાનની બચેલી શાખ પણ ખત્મ થઇ જશે.
જેલમાંથી હટાવાયો મૃતદેહ ?
આ ઉપરાંત અફઘાનિસ્તાન ટાઇમ્સે પણ પાકિસ્તાનના સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે, PTI ચેરમેન ઇમરાન ખાનની જેલમાં હત્યા કરાઇ છે. અને મૃતદેહને પણ જેલમાંથી હટાવી દેવામાં આવ્યો છે. તો આ તરફ, ઇમરાન ખાનનો પરિવાર પણ પરેશાન છે. અને જેલ બહાર પ્રદર્શનો કરી રહ્યુ છે. તેમની ત્રણેય બહેનો 21 દિવસથી જેલ બહાર ઇમરાનને મળવા માટે બેચેન છે. પરંતુ તેમને જેલમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવાયો છે.
Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.
આ પણ વાંચોઃ World News: Imran Khan મામલે વધ્યો સસ્પેન્સ, આ મુખ્ય મુદ્દાઓ બની રહ્યા છે કારણ


