- 24 કલાકમાં રાજ્યમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો
- પવન અને વાદળછાયા વાતાવારણના કારણે ઠંડી વધી
- ભુજમાં તાપમાન 15 ડિગ્રી, કંડલા 14 ડિગ્રી તાપમાન
24 કલાકમાં રાજ્યમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં પવન અને વાદળછાયા વાતાવારણના કારણે ઠંડી વધી છે. ત્યારે નલિયા 10 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યુ છે. તેમજ ભુજમાં તાપમાન 15 ડિગ્રી, કંડલા 14 ડિગ્રી તાપમાન રહ્યું છે.
અમરેલી 18 ડિગ્રી, રાજકોટ 17 અને કેશોદ 18 ડિગ્રી તાપમાન
અમરેલી 18 ડિગ્રી, રાજકોટ 17 અને કેશોદ 18 ડિગ્રી તાપમાન સાથે શહેરીજનો ઠુંઠવાયા છે. તેમજ ડીસામાં 16 ડિગ્રી અને ગાંધીનગરમાં 17 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયુ છે. દક્ષિણ ભારતમાં વાવાઝોડુ કહેર મચાવી રહ્યું છે. ત્યારે ગુજરાત પર વાવાઝોડાની કોઇ સીધી અસર પડવાની શકયતા તો નથી. પરંતુ વાવાઝોડાના કારણે ગુજરાતમાં ભારે પવન ફુંકાઇ શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રફતારની પવન ફુંકાઇ રહ્યા છે.
ગુજરાતમાં હજુ પાંચ દિવસ હળવા કમોસમી વરસાદની આગાહી
સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં હજુ પાંચ દિવસ વાદળછાયા વાતાવરણ અને હળવા કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થતાં ઠંડીમાં વધારો થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં માવઠું થવાની શક્યતા રહેશે. આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.


