- રુપિયા આપવાની ના પાડતા બોલાચાલી થઈ હતી
- શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
- આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
મિત્રની હત્યા કર્યાની ઘટના
અમદાવાદના શાહીબાગ પોલીસ મથક વિસ્તારમાં જૂથ અથડામણ બાદ હત્યાની ઘટના સામે આવી છે. જૂથ અથડામણ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ જ કરી હતી. ત્યારે શાહીબાગ પોલીસ મથકમાં મિત્રએ છરી મારી મિત્રની હત્યા કર્યાની ઘટના સામે આવી છે.
ઘટનાની વિગત એવી છે કે,
પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી બી કોલોની પાસે એક યુવકે પોતાના જ મિત્રને છરી મારી મોત નિપજાવી હોવાનું સામે આવ્યું છે. શનિવારે સવારના 10 વાગે આસપાસ જીગ્નેશ સોલંકી નામના યુવકે પોતાના મિત્ર યોગેશ મહેરીયા પાસે ઉછીના પૈસા માંગ્યા હતા. જે પૈસા યોગેશ દ્વારા આપવાની ના પાડતા બોલાચાલી થતા જીગ્નેશે પોતાની પાસે રહેલી છરીથી યોગેશને ઈજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે.
મૃતકના કાકાએ પોલીસ ફરિયાદ નોંધાવી
આરોપીએ છરી માર્યા બાદ યોગેશનું સારવાર દરમિયાન મોત નીપજતા આ મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં મૃતકના કાકા અનિલ મહેરીયાએ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસનું કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી ગુનામાં સામેલ જીગ્નેશ નામના આરોપીની ધરપકડ કરી છે.
આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
આરોપીની તપાસમાં સામે આવ્યું કે તેણે ફરિયાદીના ભત્રીજા યોગેશ પાસેથી ઉછીના 100 રૂપિયા માંગ્યા હતા અને જે યોગેશે તેને ન આપતા આરોપી જીગ્નેશ સોલંકીએ ઝઘડો કરીને યોગેશને છાતીના ભાગે અને શરીરના અન્ય ભાગે શરીરના ગામ મારતા તેની હત્યા કરી હતી. પકડાયેલો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાથી હાલ તો આ મામલે શાહીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


